શોધખોળ કરો
Advertisement
ગુજરાતનાં ટોચનાં મહિલા અધિકારીને કોરોના થતાં મંત્રી, IAS અધિકારી, કોંગ્રેસના ધારાસભ્ય થયા ક્વોરેન્ટાઈન, જાણો વિગત
ગુજરાત સરકારનાં પશુપાલન નિયામક ફાલ્ગુની બહેન ચાવડાને કોરોનાનો ચેપ લાગતાં તેમને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારનાં પશુપાલન નિયામક ફાલ્ગુની બહેન ચાવડાને કોરોનાનો ચેપ લાગતાં તેમને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાલ્ગુનીબેનનો કોરોનો રીપોર્ટ પોઝિટિવ આવતાં પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા, કૃષિ વિભાગના સેક્રેટરી મનિષ ભારદ્વાજ અને ફાલ્ગુનીબેનના પતિ કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા પણ ક્વોરન્ટાઈન થઈ ગયા છે.
પશુપાલન મંત્રીના કાર્યાલયમાંથી મળતી વિગતો મુજબ, રાજ્યનાં પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન વહિવટી કામ ફાઈલ લઈને કૂંવરજી બાવળિયાને મંત્રી નિવાસે મળ્યા હતાં. એ પછી પશુપાલન મંત્રાલયની ઓફિસમાં યોજાયેલી બેઠકમાં પણ ફાલ્ગુનીબેન હાજર રહ્યાં હતાં. કૃષિ વિભાગના સેક્રેટરી મનિષ ભારદ્વાજ પણ આ બેઠકમાં હાજર હતા અને બેઠક પહેલાં તથા પછી વહીવટી કામો અંગે પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન સાથે ચર્ચા કરાવી હતી. આ કારણે કુંવરજી બાવળિયા, મનિષ ભારદ્વાજ અને સી.જે. ચાવડા એ ત્રણેય જમા ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.
મનિશ ભારદ્વાજે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે, જે નેગેટિવ આવ્યો છે. જો કે, સાવચેતી ખતાર ભારદ્વાજે પોતા સ્ટાફ સહિત સંપર્કમાં આવેલા સૌને સેલ્ફ આઈસોલેશનમાં રહેવા સૂચના આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા પોતે પણ ક્વોરન્ટાઈન હેઠળ છે. તેમના પરીવારમાં સૌનો ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેના રીઝલ્ટની રાહ જોવાઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement