સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં થઈ કારમી હાર, જાણો કેટલા મળ્યા મત ?
એશ્રા પટેલની જ્યોતિબેન સોલંકી સામે હાર થઈ છે. જ્યોતિબેનને 559 મત મળ્યા, જ્યારે એશ્રા પટેલ ને 430 મત મળ્યા છે. મોડેલ સામે વિજય મળતાં જ્યોતિબેન અને તેમના સમર્થકોમાં ખુશી દેખાઈ રહી છે.
છોટા ઉદેપુરના કાવિઠા ગ્રામ પંચાયતમાં મુંબઈની મોડલ એશ્રા પટેલની હાર થઈ છે. જ્યોતિબેન સોલંકી સામે એશ્રાબેન પટેલની હાર થઈ છે. છોટા ઉદેપુરની કાવિઠા ગ્રામ પંચાયત પહેલાથી જ ખૂબ જ ચર્ચામાં હતી. આ બેઠક પરથી મુંબઈની મોડલ એશ્રા પટેલે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેના કારણે આ ગ્રામ પંચાયતની ચૂંટણી ચર્ચામાં હતી.
એશ્રા પટેલની જ્યોતિબેન સોલંકી સામે હાર થઈ છે. જ્યોતિબેનને 559 મત મળ્યા, જ્યારે એશ્રા પટેલ ને 430 મત મળ્યા છે. મોડેલ સામે વિજય મળતાં જ્યોતિબેન અને તેમના સમર્થકોમાં ખુશી દેખાઈ રહી છે.
ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતો(Gujarat Gram Panchayat)ની મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા. રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા. એશ્રા પટેલે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંદ બનવા માટે ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમા એશ્રા પટેલની હાર થઈ છે.
રવિવારે થયેલા મતદાનમાં કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થતાં એશ્રા પટેલ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. સંખેડાના કાવીઠા ગામે એશ્રા પટેલ સરપંચ ઉમેદવાર હતા. પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કાવઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ કરાઈ હતી. એશ્રા પટેલ અને સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એ પછી ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના પગલે ત્રણ પોલીસ જીપ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.
મોડેલ એશ્રા પટેલે રવિવારે સવારે કાવીઠા ગામની પ્રાથમિક શાળાના બુથ પર મતદાન કર્યું હતું. એશ્રા પટેલ મતદાન પછી ભાવકુ થઈ ગઈ હતી. મતદાન બાદ એશ્રા પટેલે જણાવ્યું હતું કે, આજે મને બહુ આનંદની લાગણી થઇ રહી છે. આજે મારા પર મારા ગામના દરેક ગરીબ માણસની જવાબદારી આવી ગઇ હોય એવું લાગે છે. અહીંની દરેક વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે અને તેમને સારી જીંદગી આપવી એ મારા માટે જિંદગીનું મિશન બની ગયું છે.