RAIN : દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ વરસાદ, ડાંગમાં પૂર્ણા નદી બે કાંઠે વહી, જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો
Rain in South Gujarat : હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.
Rain in Gujarat : હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ વરસાદ અડ્યો છે. છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદ પડ્યો છે.
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સુબિર તાલુકામાં 24 કલાકની અંદર 57 મી.મી. વરસાદ પડતા પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી. સાથે નાના કોતરોમાં વરસાદના નવા નીર વહેતા જોવા મળ્યા હતા. આહવા તાલુકામા 16 મી.મી. વરસાદ જ્યારે, વઘઇ તાલુકામાં પણ છુટાછવાયા વિસ્તારોમા વરસાદે અમી છાંટણા કર્યા છે.ગિરિમથક સાપુતારામાં બીજા દિવસે પણ વરસાદ પડ્યો.
સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ને પગલે આહલાદક માહોલ સર્જાયો.
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
સુબિર તાલુકામાં 24 કલાક ની અંદર ૫૭ મી.મી. વરસાદ સાથે
સવારે છ વાગ્યાથી સાંજે 8 સુધી 14 કલાક સુધી સુબિર તાલુકામાં ૫૭ મી.મી. વરસાદ નોંધાતા, પૂર્ણા નદી બૅકાંઠે વહેતી થઈ હતી, સાથે નાના કોતરોમા વરસાદના નવા નીર વહેતા જોવા મળ્યા હતા. આહવા તાલુકામા ૧૬ મી.મી. વરસાદ જ્યારે વઘઇ તાલુકામા પણ છુટાછવાયા વિસ્તારોમા વરસાદે અમી છાંટણા કર્યા છે.
સુબિર તાલુકાના પાદલખડી ગામેં પશુધન ઉપર આકાશી વીજળી પડવાથી, તેમના એક પાડાનુ મૃત્યુ નોંધાયુ છે.
છોટા ઉદેપુરમાં કવાંટ અને નસવાડીમાં વરસાદ
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડીમાં વરસાદ પડ્યો છે. કવાંટ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો. મેઘરાજાની પધરામણીથી લોકોમાં આનંદ છવાયો છે. નસવાડીના ડુંગર વિસ્તાર દામણીઆંબા, ભગીયા વાડ, ઘૂંટીયા આંબા, કડુલી મહુડી ગામડાઓમાં વરસાદ પડ્યો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો ખેડૂતોમાં પણ વરસાદના આગમનથી આનંદ છવાયો છે.
નર્મદામાં વરસાદ
નર્મદા જિલ્લાના કેવડીયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. નર્મદા જિલ્લામાં આવેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદ પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે પ્રથમ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
નવસારીમાં વરસાદ
નવસારી શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ શરૂ વરસાદના અમી છાંટણા થયા. નવસારી શહેરમાં આવેલ મંકોડિયા, દુધિયા તળાવ,સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા. નવસારીના વાંસદા તાલુકામાં પણ વરસાદ પડ્યો. વાંસદા તાલુકામાં આવેલા વાઘાબારી સહિત આસપાસના ગામમાં વરસાદ પડ્યો.
તાપીમાં વરસાદ
તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ સર્જાયો હતો. જિલ્લાના સોનગઢનગર સહિત તાલુકામાં વરસાદ પડ્યો. તાપી જિલ્લાના અન્ય પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો.
વલસાડ શહેર અને જિલ્લામાં વરસાદ
વલસાડ શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. વલસાડ જિલ્લાના ધરમપુરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.
વલસાડના જિલ્લામાં કપરાડા, નાનાપોઢા,પારડી ,ચીવલ ,અરનાલા વિસ્તારમાં વરસાદ પડ્યો. કેરીની સિઝનના છેલ્લા સમયે વરસાદ આવતા અને કેરી મોડી આવતા હાલ કેરીના ખેડૂતોની ચિંતા વધી છે. અન્ય પાક લેતા ખેડૂતોએ જમીન ખેડવાની શરૂઆત કરી છે.