Gujarat Rain Live Update: રાજ્યમાં ચોમાસુ બન્યું સક્રિય, 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, ઉમરપાડામાં જળબંબાકાર
ગુજરાતમાં હાલ ચોમાસુ વધુ સક્રિય બન્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 21 જુલાઇ સુધી રાજયમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. તો 8 જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
LIVE
Background
Gujarat Rain Live Update: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના મોટાભાના વિસ્તારમાં ચોમાસુ સક્રિય બન્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદનું અનુમાન છે.હવામાન વિભાગની આગાહી મુજબ દેશના 13 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાત, આસામ સહિતના આ રાજ્યોમાં રેડ અલર્ટ અપાયું છે. છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ઉમરપાડામાં સૌથી વધુ 14 ઇંચ વરસ્દ નોંધાયો છે.
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (Forecast) મુજબ આજે રાજ્યને મેઘરાજા ઘમરોળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતના આઠ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું (rain) રેડ એલર્ટ આપ્યું છે. 10 જિલ્લામાં વરસાદનું (rain) હવામાન વિભાગે (Meteorological Departmen) ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. . તો છોટા ઉદેપુરમાં પણ અત્યંત ભારે વરસાદની ( heavy rain) આગાહી (forecast) કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને બોટાદમાં વરસાદનું (rain) ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. .. તો વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરાયુ ઓરેન્જ એલર્ટ
કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ, મહેસાણામાં ભારે વરસાદની ( heavy rain) આગાહીને (Forecast) પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ,આણંદ અને દાહોદમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે.સોમવારે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ મહેર જોવા મળી લાંબા સમયની ગરમી અને ઉકળાટ બાદ સોમવારે અમદવાદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોર બાદ એકધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જો કે બે ઈંચ વરસાદથી અમદાવાદમાં અનેક સ્થળે પાણી ભરાઇ ગયા હતા. મેમ્કો,મણીનગર, કોતરપુર, રાણીપ, ઓઢવ, વાસણામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
સરેરાશ બે ઈંચ વરસાદે ફરી અમદાવાદ મહાનગર પાલિકાના દાવાઓની ખોલી પોલ હતી .. ઠેર ઠેર પાણી ભરાતા સંખ્યાબંધ વાહનો બંધ પડી ગયા હતા. તો પાણી ભરાયાની મળી 49 ફરિયાદો મળી હતી. શહેરમાં 10થી વધુ સ્થળો પર વૃક્ષો ધરાશાયી થતા રસ્તા બ્લોક થઇ ગયા હતા.હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે પણ ભારે વરસાદ વરસી શકે છે.. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસી ચૂક્યો છે 10 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. પ્રવાસન સ્થળ દીવમાં પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. ભારેથી અતિભારે વરસાદની શકયતાને જોતા હવમાન વિભાગે આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.વલસાડ, નવસારી, સુરત, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, રાજકોટ,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો જામનગર, મોરબી, સુરેંદ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
Gujarat Rain Live Update:રાજ્ય અને ઉપરવાસમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક
Gujarat Rain Live Update:સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો સંપૂર્ણ ભરાયા છે. વાગડીયા, વાંસ, સસોઈ-2 ડેમ સંપૂર્ણ ભરાયા છે. ત્રણેય ડેમ સંપૂર્ણ ભરાતા હાઈએલર્ટ પર છે. રાજ્યના પાંચ ડેમ 80થી 90 ટકા એલર્ટ પર છે. જૂનાગઢ ઓઝર-2, બાટવાનો ખારો ડેમ એલર્ટ પર છે. અન્ય ડેમની સ્થિતિ પર નજર કરીએ.
અન્ય ડેમની સ્થિતિ પર નજર કરીએ.
- મોરબીનો ગોડાધ્રોઈ ડેમ એલર્ટ પર
- રાજકોટનો ભાદર-2 ડેમ એલર્ટ પર
- ભરૂચના ધોલી ડેમ એલર્ટ પર
- રાજ્યના સાત જળાશયો 70થી 80 ટકા ભરાયા
- જામનગરનો ફુલઝર-1 ડેમ વોર્નિંગ પર
- સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ વોર્નિંગ પર
- ભરૂચનો બલદેવા ડેમ વોર્નિંગ પર
- કચ્છનો કાલાઘોઘા ડેમ વોર્નિંગ પર
- પોરબંદરના સારણ ડેમ વોર્નિંગ પર
- રાજકોટનો આજી-2 ડેમ વોર્નિંગ પર
- સરદાર સરોવર ડેમ હાલ 52.58 ટકા જળસંગ્રહ
- રાજ્યના કુલ 206 ડેમમાં હાલ 34.21 ટકા જળસંગ્રહ
- ઉ.ગુજરાતના 15 જળાશયોમાં 25.42 ટકા જળસંગ્રહ
- મ.ગુજરાતના 17ડેમમાં 37.24 ટકા જળસંગ્રહ
- દ.ગુજરાતના 13 ડેમમાં 37.78 ટકા જળસંગ્રહ
- કચ્છના 20 ડેમમાં 22.67 ટકા જળસંગ્રહ
- સૌરાષ્ટ્રના 141 ડેમમાં 27.75 ટકાથી વધુ જળસંગ્રહ
Gujarat Rain Live Update:પોરબંદરના માધવપુર ઘેડમાં વરસાદ, ૩ કલાકમાં 3ઇંચ વરસાદ
પોરબંદરના માધવપુર ઘેડમાં ૩ કલાકમાં 2 થી 3 ઇંચ વરસાદ વરસ્યો છે. માધવપુર ઘેડમાં વહેલી સવારે ૫ થી ૮ સુધીમાં ૩ કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો. અહીં અંદાજે 2 થી 3 ઇંચ વરસાદ થયાનો અંદાજ છે.
AMCની કાર્યવાહીને લઈને જબરદસ્ત આક્રોશ ,આઈકોનિક રોડના નામે 38 કરોડ પર પાણી
AMCએ એયરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવ્યો છે. જો કે સોમવારે વરસેલા માત્ર 2 ઇંચ વરસાદમાં આ કોરોડાના રોડ ડૂબી ગયા જેને લઇને કોર્પોરેશન પર લોકો આક્રોશ વરસાવી રહ્યાં છે.આઈકોનિક રોડના નામે થયેલા તમાશા પર લોકો સોશલ મીડિયા પર AMC પર ફટકાર વરસાવી રહ્યાં છે.આ રોડના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે,
Gujarat Rain Live Update: નવસારી અને જલાલપોરમાં રાત્રીના સમયે વરસ્યો ધોધમાર વરસાદ
નવસારી અને જલાલપોરમાં બે કલાકમાં ભારે પવન સાથે દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો, વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ધાનેરા પોઈન્ટ, વિઠ્ઠલ મંદિર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા પાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે.