Gujarat Rain: 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 54 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ
Gujarat Weather: સવારે 10 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં મેઘો મહેરબાન થયો છે, સૌથી વધુ બારડોલીમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ અહીં આંકડા....

Gujarat Weather: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજાએ એક પછી એક વિસ્તારોમાં તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 13.5 ઇંચ વરસાદ વરસતા સ્થિતિ વિકટ બની છે, હવે આ બધાની વચ્ચે તાજા અપડેટ મળી રહ્યું છે તે અનુસાર સવારે 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા સામે આવ્યા છે. સવારે 10 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં મેઘો મહેરબાન થયો છે, સૌથી વધુ બારડોલીમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ અહીં આંકડા....
આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ
સુરતના બારડોલીમાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ
તાપીના વ્યારામાં ચાર ઈંચ અને વલસાડના વાપીમાં ચાર ઈંચ વરસાદ
તાપીના સોનગઢમાં ચાર, ઉમરપાડામાં ત્રણ ઈંચ વરસાદ
ભરૂચના નેત્રંગમાં ત્રણ, નર્મદાના ડેડિયાપાડામાં ત્રણ ઈંચ વરસાદ
સુરતના મહુવામાં ત્રણ, નાંદોદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
સુરતના માંડવીમાં અઢી ઈંચ વરસાદ
સુરત શહેરમાં આજે અઢી ઈંચ વરસાદ
સુરતના કામરેજમાં બે ઈંચ વરસાદ
નર્મદાના ગરૂડેશ્વરમાં બે ઈંચ વરસાદ
નર્મદાના તિલકવાડામાં બે ઈંચ વરસાદ
વાલોડમાં 1.77 ઈંચ વરસાદ
તાપીના કુંકરમુંડામાં 1.69 ઈંચ વરસાદ
સુરતના પલસાણામાં 1.61 ઈંચ વરસાદ
વલસાડના પારડીમાં 1.42 ઈંચ વરસાદ
છોટાઉદેપુરના ક્વાંટમાં 1.22 ઈંચ વરસાદ
સાગબાર અને ઝઘડિયામાં 1.14 ઈચ વરસાદ
રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે, શરૂઆતના દિવસોમાં વરસાદનું જોર ઓછું રહેશે, અને ત્યારબાદ તેની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના છે. વરસાદની સંભાવનાને પગલે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 થી 30 જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જેથી રથયાત્રાના દિવસે સારો વરસાદ પડશે.
24 જૂને મંગળવારે, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારેની સાથે યલો એલર્ટ છે.





















