Banaskantha: ગુજરાતના આકાશમાં જોવા મળ્યો સુંદર નજારો, લોકોએ કેમેરામાં કેદ કરી ઘટના
બનાસકાંઠા: જિલ્લાના સરહદીય વિસ્તારમાં અદભુત નજારો જોવા મળ્યો હતો. ચંદ્રમા નીચે બે તારા સળંગ લાઈનમાં જોવા મળ્યા હતા. ચંદ્રમાંની નીચેની લાઈનમાં બે તારા જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.
બનાસકાંઠા: જિલ્લાના સરહદીય વિસ્તારમાં અદભુત નજારો જોવા મળ્યો હતો. ચંદ્રમા નીચે બે તારા સળંગ લાઈનમાં જોવા મળ્યા હતા. ચંદ્રમાંની નીચેની લાઈનમાં બે તારા જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. ખગોળની આ અદભુત ઘટનાને લોકોએ કેમેરામાં કેદ કરી હતી. નોંધનીય છે કે, ગુરુવારની સાંજ અવકાશ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ રહી. કારણ કે, ત્રણ તેજસ્વી અવકાશી પદાર્થો, અર્ધચંદ્રાકાર ચંદ્ર, ગુરુ અને શુક્ર એક રેખા પર જોવા મળ્યા હતા. પૃથ્વીના રહસ્યમય જોડિયા શુક્ર અને સૌથી મોટો ગ્રહ ગુરુ એક રેખા પર જોવા મળ્યા.1 માર્ચે સુધી આ સંયોગ જોવા મળશે.
નર્મદાની મુખ્ય કેનાલમાંથી યુવતીની લાશ મળી આવી
બનાસકાંઠા: કાંકરેજના ખારીયા નર્મદાની મુખ્ય કેનાલમાંથી યુવતીની લાશ મળી આવી છે. લાશ મળી આવતા લોકોનાં ટોળાં ઉમટ્યાં હતા. કેનાલમાં યુવક-યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું અનુમાન છે. યુવતી પાટણના સરસ્વતી તાલુકાના વાગડોલ ગામની હોવાનુ જાણવા મળ્યુ છે. ઘટનાની જાણ થતા થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. લાશને થરા રેફરલ ખાતે પીએમ અર્થ લઇ જવામાં આવી છે. તો બીજી તરફ કેનાલમાં યુવકની છલાંગ માર્યા હોવાની આશંકાના પગલે શોધખોળ હાથ ધરવામાં આવી છે. થરા પોલીસે સમગ્ર ઘટનામાં યુવતીના પરિવારને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
રાજકોટ: શહેરના સાધુ વાસવાણી રોડ નજીક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આપઘાત કરતા પેહલા વિદ્યાર્થિનીએ સુસાઇડ પણ નોટ લખી હતી. બીમારીના કારણે સુસાઇડ કરી હોવાની વાત લખી છે. સુસાઇડ નોટમાં વિદ્યાર્થિનીએ લખ્યું કે, પપ્પા સોરી મને માફ કરી દેજો, ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો. ભાઈ મમ્મીનું ધ્યાન રાખજે. મને કાંઈજ વાંધો નથી પણ મને માથું બોવ દુખે છે. આપઘાત કરનાર વિદ્યાર્થિનીનું નામ દેવાંશી સરવૈયા છે અને તે જેતપુર તાલુકાના કેરાળી ગામની વતની હતી.
અમદાવાદ ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી
સમગ્ર વિશ્વમાં ફાયર ફાઈટર્સ તેમની બહાદુરીભર્યા કારનામા માટે જાણીતા છે. નાની ઘટના હોય કે કોઈ મોટી આકસ્મિક કે પછી માનવસર્જિત ઘટના હોય, ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમ પોતાના જીવ જોખમમાં મૂકીને સેવા કરતી હોય છે. અમદાવાદના ફાયર વિભાગને વર્ષ ૨૦૨૩માં ફાયર અને રેસ્ક્યુ સહિતના ૪૬૨ ફાયર કોલ આવ્યા હતા, જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 200થી વધુ લોકોના જીવ બચાવાયા છે. આમ, અમદાવાદના ફાયર વિભાગે અમદાવાદની હદ તેમજ હદની બહાર આવેલા કોલમાં ખૂબ પ્રશંસનીય બચાવ કામગીરી કરી છે.
આ અંગે ઇન-ચાર્જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન પી. મિસ્ત્રીએ કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અંતર્ગત હાલમાં કુલ ૧૭ ફાયર સ્ટેશનો કાર્યરત છે. જ્યારે અન્ય ફાયર સ્ટેશનો જેમ કે ગોતા, બોપલ તેમજ સાયન્સ સિટી રોડ પરની ચોકીઓને આગળ વધારવાની કામગીરી પ્રગતિમાં છે. વર્ષ ૨૦૨૩ની વાત કરીએ તો ૧ જાન્યુઆરી ૨૦૨૩થી 23 ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને ૪૬૨ ફાયર કોલ મળ્યા હતા. જેમાં અદાજિત ૨૦૦થી વધુ લોકોની જિંદગી બચાવવાની કામગીરી કરવામાં આવી છે.