શોધખોળ કરો

મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ

જિલ્લા પંચાયતની 24 માંથી 17 બેઠકો જીતવા છતાં ભાજપના હાથમાંથી પ્રમુખપદ સરકી ગયું; આદિવાસી મહિલા અનામત બેઠક પર ભાજપના ઉમેદવારની હાર થતાં કાર્યકરોમાં ભારે રોષ, ટિકિટ અપાવનારાઓ સામે કાર્યવાહીની ઉઠી માંગ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપ ૧૭ બેઠકો જીતી બહુમતી મેળવી.
  • આદિવાસી મહિલા અનામત બેઠક પર કોંગ્રેસનો વિજય થયો.
  • બહુમતી હોવા છતાં પ્રમુખપદ કોંગ્રેસના ફાળે જશે.
  • કાર્યકરોમાં નારાજગી, જવાબદાર નેતાઓ સામે કાર્યવાહીની માંગ.

Morbi District Panchayat Result: મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે 'ગઢ આલા પણ સિંહ ગેલા' (ગઢ જીત્યા પણ સિંહ ગુમાવ્યો) જેવી કફોડી સ્થિતિ ઊભી થઈ છે. ભાજપે જિલ્લા પંચાયતમાં ઐતિહાસિક બહુમતી તો મેળવી લીધી છે, પરંતુ જે બેઠક પરથી પક્ષના ઉમેદવાર પ્રમુખ બનવાના હતા, ત્યાં જ તેમની હાર થઈ છે. મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખપદ આ વખતે આદિવાસી મહિલા માટે અનામત છે, પરંતુ આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થતાં, બહુમતી ભાજપ પાસે હોવા છતાં પ્રમુખપદ કોંગ્રેસના ફાળે જશે તે નક્કી થઈ ગયું છે. આખી બાજી પલટાઈ જતાં સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને જવાબદાર નેતાઓ સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.

બહુમતીનો આનંદ, પણ પ્રમુખપદની નિરાશા

આખી ઘટનાને વિસ્તારથી સમજીએ તો, મોરબી જિલ્લા પંચાયતમાં કુલ 24 બેઠકો આવેલી છે. આ 24 બેઠકોમાંથી 17 બેઠકો પર ભવ્ય જીત મેળવીને ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લીધી છે. બીજી તરફ, કોંગ્રેસના ફાળે માત્ર 7 બેઠકો જ આવી છે. જોકે, અસલી ખેલ અનામત બેઠકને લઈને થયો છે. આ વખતે મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખપદ આદિવાસી (ST) મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. આ અનામત કેટેગરીની બેઠક 'નેકનામ' હતી અને પહેલેથી જ એવું નક્કી હતું કે આ નેકનામ બેઠક પરથી જે આદિવાસી મહિલા જીતશે, તે જ જિલ્લા પંચાયતનું સુકાન સંભાળશે.

કોંગ્રેસના હાથમાં લાગ્યો જેકપોટ

ભાજપના દુર્ભાગ્યે, આ સૌથી મહત્વની નેકનામ બેઠક પર જ તેમના આદિવાસી મહિલા ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. સામે પક્ષે, કોંગ્રેસના ઉમેદવારે અહીંથી બાજી મારી લીધી છે. હવે રાજકીય સમીકરણ એવું બન્યું છે કે જિલ્લા પંચાયતમાં ભલે ભાજપના 17 સભ્યો હોય, પરંતુ પ્રમુખપદ માટે લાયક (આદિવાસી મહિલા) સભ્ય માત્ર કોંગ્રેસ પાસે જ છે. એટલે કે, જનાદેશ ભાજપની તરફેણમાં હોવા છતાં, ટેકનિકલી પ્રમુખ કોંગ્રેસના જ બનશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પત્રકાર પોલ: 34 જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળશે?

કાર્યકરોનો ગુસ્સો સાતમા આસમાને

બહુમતી હોવા છતાં પોતાના પક્ષનો પ્રમુખ ન બનાવી શકવાના વસવસાને કારણે મોરબી ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પ્રમુખપદના ઉમેદવાર જ હારી જતાં કાર્યકરોમાં અંદરખાને જબરજસ્ત નારાજગી જોવા મળી રહી છે. હવે આ ગુસ્સો એ નેતાઓ પર ઉતરી રહ્યો છે જેમણે આ હારેલા ઉમેદવાર માટે લોબિંગ કર્યું હતું. કાર્યકરો સ્પષ્ટપણે એવી માંગ કરી રહ્યા છે કે જે લોકોએ દબાણ કરીને કે ખોટી ભલામણો કરીને આ ઉમેદવારને ટિકિટ અપાવી હતી, તેમની સામે પક્ષ હાઈકમાન્ડ દ્વારા કડક કાર્યવાહી થવી જોઈએ.

ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ: ચારેકોર ભાજપ-ભાજપ, કોંગ્રેસના સૂપડા સાફ! ચૂંટણી પંચે લેટેસ્ટ આંકડા બહાર પાડ્યા

આ બધા રાજકીય ડ્રામા અને હાર-જીતના મંથન વચ્ચે, મોરબી ભાજપના દિગ્ગજ નેતા કાંતિ અમૃતિયાનો ચૂંટણી પ્રચાર દરમિયાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેણે આ આખા વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે અને ચર્ચાઓને વધુ તેજ બનાવી દીધી છે.

Frequently Asked Questions

મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની શું સ્થિતિ છે?

ભાજપે મોરબી જિલ્લા પંચાયતની 24માંથી 17 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. જોકે, પ્રમુખપદ માટે જરૂરી આદિવાસી મહિલા અનામત બેઠક પર તેમની હાર થઈ છે.

મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખપદ કોને મળશે?

આ વખતે પ્રમુખપદ આદિવાસી મહિલા માટે અનામત છે. ભાજપના ઉમેદવાર આ બેઠક હારી જતાં, કોંગ્રેસના ઉમેદવારના જીતવાને કારણે પ્રમુખપદ કોંગ્રેસના ફાળે જશે.

ભાજપના કાર્યકરોમાં નારાજગી શા માટે છે?

બહુમતી હોવા છતાં પ્રમુખપદ કોંગ્રેસને મળતું જોઈને ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી છે. તેઓ જવાબદાર નેતાઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

નેકનામ બેઠકનું શું મહત્વ છે?

નેકનામ બેઠક આદિવાસી મહિલા માટે અનામત છે અને આ વખતે તે પ્રમુખપદ નક્કી કરનાર બેઠક છે. આ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર જીત્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget