સ્ટેચ્યુ ઓફ યુનિટીની 75 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત, PM મોદીએ કહ્યું ગર્વની વાત
સ્ટેચ્યુ ઓફ યુનિટીમા પ્રવાસીઓની સંખ્યા ૭૫ લાખને પાર પહોંચી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું આ ગર્વની વાત છે.
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમા પ્રવાસીઓની સંખ્યા ૭૫ લાખને પાર પહોંચી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું આ ગર્વની વાત છે. કોવિડ મહામારી પહેલા 45 લાખ અને કોરોના મહામારી દરમિયાન ૩૦ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. 75 લાખથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કેવડિયામાં બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશનું ગૌરવ છે. કોરોનાકાળ શરુ થવા પહેલા ખૂબ ઓછા સમયમાં 45 લાખથી વધુ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા છે. કોરોનાકાળ પછી પણ અત્યાર સુધી 75 લાખથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા છે.
નર્મદાના કેવડિયા જંગલ સફારી પાર્કમાં નવા પ્રાણીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. સફારી પાર્કના પરિવારમાં હવે જંગલી રીંછ, વરૂ, જંગલી શ્વાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રાણીઓને પ્રવાસીઓ ટૂંક સમયમાં નીહાળી શકશે. જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું છે. જેમાં 62 જાતના એક હજારથી વધુ પશુ પક્ષીઓ છે. સફારી પાર્કને 6 ઝોનમાં વિવિધ વિદેશી અને દેશી વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જળચળ પ્રાણીઓ, સરિસૃપો સહિત વિભાગોમાં બનાવવામાં આવ્યું છે. જેમાં 1000થી વધારે જાતિના પશુ પક્ષીઓ અને દેશ વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓ છે. જિરાફ, જીબ્રા, સિંહ, વાઘ, મગર, વરુ, સહીત રંગબેરંગી પક્ષીઓનો સમાવેશ થાય છે. જંગલમાં વિહરતા વન્ય પશુ પક્ષીઓને જોવાનો લ્હાવો પ્રવાસી અહીંથી લે છે.
ગુજરાતમાં હજુ આકરા કોરોના નિયંત્રણો આવશે?
રાજ્યમાં અમલી બનેલ નવી કોરોના ગાઈડ લાઈન સખત અમલ માટે આજે રાજ્ય પોલીસ વડાઓ જિલ્લાના એસપી અને રેન્જ આઈજી સાથે વિડિઓ કોન્ફ્રાન્સ કરીને કડક અમલવારી માટે આદેશ આપ્યા છે. આ સમયે તેમણે કોરોનાના કડક નિયંત્રણો મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે સરકારી કચેરીઓમાં 50 ટકા હાજરીનો નિર્ણય લેવાય તેવા સંકેત આપ્યા હતા. સંક્રમણ વધે તો સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ અંગે નિર્ણય લેવાઇ શકે છે.
રાજ્ય પોલીસ વડાઓએ પ્રેસ કોન્ફ્રાન્સ મા જણાવ્યું કે, રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારની SOPનો કડક અને ચુસ્ત અમલ કરવા આપવામાં આવેલ સુચના અનુસંધાને રાજય પોલીસ તંત્ર દ્વારા તા .૧૫ / ૦૧ / ૨૦૨૨ થી તા .૨૧ / ૦૧ / ૨૦૨૨ દરમ્યાન કોરોના સંક્રમણ અંગેના નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવા અંગેની નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલ છે.
છેલ્લા એક અઠવાડીયામાં જાહેરનામા ભંગના કુલ -૩,૮૩૦ ગુન્હા દાખલ થયેલ છે , જેમાં કુલ -૩,૨૦૬ વ્યકિતઓની ધરપકડ પણ થયેલ છે . જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થૂંકવા બદલ કુલ -૨૫૭૪૫ વ્યકિતઓ પાસે રૂા .૨.૫૬ કરોડ જેટલો દંડ વસુલ કરાયેલ છે તથા એમ.વી. એકટ ૨૦૭ ની જોગવાઇઓના ભંગ બદલ કુલ ૩૧૪૨ વાહનો જપ્ત કરાયેલ છે .