MAHISAGAR : રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોરે કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માંગને લઇને આપ્યું મહત્વનું નિવેદન
લુણાવાડા 42 પાટીદાર સમાજ ઘર ખાતે વિદ્યાસહાયકોને પૂરા પગારના ઓર્ડર આપવાના કાર્યક્રમમાં મંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા.

MAHISAGAR : મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોરે કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માંગને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. લુણાવાડા 42 પાટીદાર સમાજ ઘર ખાતે વિદ્યાસહાયકોને પૂરા પગારના ઓર્ડર આપવાના કાર્યક્રમમાં મંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા.
અહીં પોતાના સંબોધનમાં મંત્રી કુબેર ડીંડોરે કર્મચારીઓના CPF માંથી GPF મુદ્દે નિવેદન આપતા કહ્યું કે શિક્ષકોના તમામ પ્રશ્નો સરકારે સાંભળ્યા છે. GPF ને લઈને જે કર્મચારીઓ માંગ કરી રહ્યા છે તે પણ અમે જ પૂરી કરીશું તેમ જણાવ્યું હતું.
CPF માંથી GPF યોજના લાગુ કરવા માટે રાજ્યમાં કર્મચારીઓ લડત આપી રહ્યા છે કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મંત્રી કુબેર ડીંડોરે કર્મચારીઓને હૈયાધારણા આપી હતી.
જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન બનશે તેજ
રાજ્યમાં આગામી દિવસોમાં જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન તેજ બનશે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો દ્વારા તમામ સંઘોને આહવાન કરવામાં આવ્યું છે. જૂની પેનશન યોજના અને ફિક્સ પગાર સહિતની વિવિધ માંગણીઓને લઈને આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 9 મે ના રોજ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચની મુખ્ય માંગણીઓ જૂની પેંશન યોજના શરુ કરવી, ફિક્સ પગાર કેસ સુપ્રિમકોર્ટમાંથી કરાર આધારીત પરત ખેંચી મુળ અસરથી બંધ કરવો, કેન્દ્રીય પગારપંચની ભલામણો અનુસાર સાતમા પગારપંચના બાકી તમામ ભથ્થા તુરંત આપવામાં આવે, પ્રાથમિક શિક્ષકોની જેમ બીજા કર્મચારીઓને મુળથી સળંગ નોકરી ગણવી અને શૈક્ષણિક કર્મચારી સિવાય કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઉચ્ચતમ પગાર ધોરણ 10, 20 અને 30 વર્ષે આપવું વગેરે છે.
કંડલા પોર્ટ પરથી 1439 કરોડનું હેરોઈન ઝડપાયું
કંડલા પોર્ટ પર ગુજરાત ATS અધિકારીઓને મોટી સફળતા મળી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) સાથે ગુજરાત એટીએસની ટીમે સંયુક્ત ઓપરેશનમાં કંડલા બંદર પર આયાતી માલસામાનની તપાસ કરી હતી. આ કન્સાઈનમેન્ટ ઈરાનના બંદરેથી કંડલા બંદરે પહોંચ્યું હતું.
અધિકારીઓએ 17 કન્ટેનરમાં 10,318 બેગમાં હેરોઈનનો માલ જપ્ત કર્યો હતો, જેનું વજન આશરે 400 મેટ્રિક ટન હોવાનું કહેવાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
