Porbandar News: પાણીમાં ડૂબતા બાળકને બચાવવા માતાએ તળાવમાં ઝંપલાવ્યું, બન્નેના મોત
Porbandar News: પોરબંદર નજીકના રાણા કંડોરણાની ધાર વિસ્તારનાં જળાશયમાં માતા-પુત્રના મોત થયા છે. ધાર વિસ્તારમાં આવેલ જળાશય નજીક કપડા ધોતી વખતે રમતા રમતા બાળક પાણીમાં ગરકાવ થયું હતું.
Porbandar News: પોરબંદર નજીકના રાણા કંડોરણાની ધાર વિસ્તારનાં જળાશયમાં માતા-પુત્રના મોત થયા છે. ધાર વિસ્તારમાં આવેલ જળાશય નજીક કપડા ધોતી વખતે રમતા રમતા બાળક પાણીમાં ગરકાવ થયું હતું. બાળકને બચાવવા માતાએ પાણીમાં ઝંપલાવતા માતા અને પુત્ર બન્નેના મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જે બાદ ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો તળાવ કાંઠે એકઠા થઈ ગયા હતા. માતા પુત્રના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ફાયર વિભાગના જવાનો દ્વારા મહામહેનતે બન્નેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરિવારના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
માલણ નદીમાં 3 સગા ભાઈઓ સહિત 4 યુવાનો ડૂબ્યા
ભાવનગર: મહુવા તાલુકાની માલણ નદીમાં ચાર યુવાનો ડૂબ્યા છે. મહુવાના નાના જાદરા લખુપરા વચ્ચે આવેલ નદીમાં ન્હાવા પડેલા ૪ લોકો પાણીમાં ગરકાવ થયા છે. મળતી માહિતી મુજબ રૂપાવટી ગામના ૪ ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા છે જેમાંથી 3 સગા ભાઈઓ છે.
મકાનના બાધકામ માટે આવ્યા હતા એ દરમિયાન માલણ નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા છે. હાલ બે લોકો ડેડ બોડીને બહાર કાઢવામાં આવી છે. ડૂબેલા તમામ લોકો મહુવાનાં રૂપાવટી ગામના છે. હાલ તરવૈયાઓ દ્વારા અન્ય બે યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે.
સુરત: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. ઘરે સીડી પરથી નીચે પટકાતા યુવકને ઈજા પહોંચી હતી. જે બાદ તેમે સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જે બાદ યુવકનું સારવાર દરિમાયન મોત નિપજ્યું હતું. પતિના મોતના સમાચાર સાંભળતા જ પત્ની પર આભ તૂટી પડ્યું હતું. પત્નીના આક્રંદથી માહોલ ગમગીન થયો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવક ઘરે સીડીઓ ઉતરતા સમયે નીચે પટકાયો હતો.જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જોકે,પાંચ દિવસની સારવાર બાદ યુવક મોત નિપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.પત્નીના આક્રંદના કારણે સિવિલ હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં 40 વર્ષીય સુનિલ શાંતિલાલ વસાવા પરિવાર સાથે રહેતો હતો. સુનિલ ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો.બંનેને મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.