શોધખોળ કરો

નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધાયો મોટો ઘટાડો, એક મહિનામાં કેટલો થયો ઘટાડો?

નર્મદા ડેમના 1200 મેગાવોટ ના વીજ મથકો સતત ચાલુ રહેતા ઘટાડો નોંધાયો છે. ઉપરવાસમાંથી ચોમાસા દરમિયાન પાણીની આવક થાય તો ફરી નર્મદા 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે.

નર્મદાઃ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક જ મહિનામાં ડેમની સપાટીમાં 9.68 મીટરનો ઘટાડો નોંધાયો છે. 1 જૂનના રોજ નર્મદા ડેમની જળ સપાટી 123.38 મીટર હતી, જ્યારે 1 જુલાઈના રોજ 113.70 મીટર જળ સપાટી નોંધાઇ છે, એટલે 9.68 મીટર નો ઘટાડો નોંધાયો છે.

ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાના કારણે જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમના 1200 મેગાવોટ ના વીજ મથકો સતત ચાલુ રહેતા ઘટાડો નોંધાયો છે. હાલ વીજ મથકો ચાલતા નદી પણ પાણી છોડાઇ રહ્યું છે. ઉપરવાસમાંથી ચોમાસા દરમિયાન પાણીની આવક થાય તો ફરી નર્મદા 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે.

ચોમાસાની વચ્ચે ઉત્તર ભારતમાં હિટવેવ, દિલ્હીમાં 90 વર્ષ પછી જુલાઈમાં સૌથી વધુ ગરમી

ઉત્તર ભારતમાં ભારે તાપ અને ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સામાન્ય રીતે જુલાઈના પહેલા સપ્તાહમાં દેશભરમાં વરસાદ ગરજતો હોય છે. તેના બદલે આકાશમાંથી અગનજ્વાળા વરસતા આખુ ઉત્તર ભારત ગરમીથી શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ એકાદ સપ્તાહ સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી.

ભારતીય હવામાન વિભાગ અનુસાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં આખા ઉત્તર ભારતમાં હિટવેવની સ્થિતિ જોવા મળશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્લી સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ઉંચો ગયો હતો. અને એપ્રિલ-મે મહિનામાં જેવી ગરમી પડતી હોય છે એવી ગરમી જુલાઈમાં અનુભવાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના રણપ્રદેશમાંથી આવતો સૂકો વાયરો આખા ઉત્તર ભારતને ધમરોળી રહ્યો છે. અને તેના કારણે વાતાવરણમાં હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે.

ઉત્તર ભારતના સાત રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. લૂ અને ગરમીથી બેહાલ થયેલા ઉત્તર ભારતમાં વીજળીની માગ પણ વધી ગઈ છે. દિલ્લીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જેના કારણે દિલ્લીમાં વીજળીની સર્વોચ્ચ માગ ગુરૂવારે સાત હજાર 26 મેગાવોટ સુધી પહોંચી હતી. આ માગ વર્ષ 2020 અને 2021ની તુલનામાં સૌથી વધુ છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે એક તરફ ઉત્તર ભારતના સાત-આઠ રાજ્યોમાં ભારે હિટવેવ અનુભવાશે, ત્યારે બીજી તરફ ઘણાં રાજ્યોમાં વરસાદ પણ પડશે. બંગાળની ખાડીમાં વાતાવરણ બદલ્યું હોવાથી તેની અસર હેઠળ પશ્વિમ બંગાળમાં આ સપ્તાહમાં વરસાદ થશે. તે ઉપરાંત બિહારમાં પણ ચોમાસાનું આગમન થઈ જશે. સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, અરૃણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ મેઘસવારી આવી પહોંચશે. હિમાલયન રેન્જમાં  આગામી પાંચ દિવસમાં ઠીક-ઠીક વરસાદ પડશે. જુલાઈના અંત સુધીમાં સરેરાશ વરસાદ સારો એવો પડી જશે એવી ધરપત પણ હવામાન વિભાગે બંધાવી હતી. દેશભરમાં જુલાઈ માસમાં ૯૪થી ૧૦૬ ટકા વરસાદ પડવાની ધારણા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Embed widget