(Source: ECI/ABP News/ABP Majha)
Navsari BJP : નવસારી ભાજપમાં ભડકો, એક સાથે 1100 લોકોએ રાજીનામાં આપતા મચી હડકંપ
Navsari News : એક સાથે 1100 લોકોના રાજીનામાંના પગલે ભાજપમાં હડકંપ મચ્યો છે.
Navsari : નવસારીમાં મંદિર તોડવા મુદ્દે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નવસારીમાં સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર મંદિર તોડવાનો મુદ્દો વિવાદિત બન્યો હતો. હવે આ મામલે ભાજપમાં ભડાકો થયૉ છે. મંદિર તોડવાના મુદ્દે સોસાયટીની મહિલાઓ અને પુરુષો મળી 1100 જેટલા લોકોએ કમલમ પહોંચી રાજીનામાં આપતા હડકંપ મચી ગઈ છે.
નવસારીમાં નવસારી અર્બન ડેવલોપમેન્ટ અથોરીટી - NUDA દ્વારા મંદિર તોડી પોલીસ દ્વારા મહિલાઓ પર દમન કરવાના મુદ્દે આક્રોશના પગલે આ રાજીનામાં અપાયા છે. એક સાથે 1100 લોકોના રાજીનામાંના પગલે ભાજપમાં હડકંપ મચ્યો છે. એક સાથે મોટી સંખ્યામાં રાજીનામાં પડતા ભાજપના ધારાસભ્ય અને ભાજપ સંગઠન મૂંઝવણમાં મુકાયું છે.
મહત્વનું છે કે નવસારી જિલ્લા ભાજપ સંગઠન આગામી સમયમાં પ્રજાની સાથે રહીને બનતી મદદ કરશે તેવી હૈયા ધરપત પણ આપી હતી.આ સમગ્ર બાબતે જિલ્લા તંત્ર, NUDA અને પ્રજાની વચ્ચે ભાજપ સંગઠને પીસાવા સમાન દ્રશ્યો કમલમ ખાતે સર્જાયા હતા.
વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા પશુપાલન વિભાગ દોડતું થયું
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં લમ્પી વાયરસની એન્ટ્રી થઇ છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લમ્પી વાયરસના બે કેસો નોંધાયા હતા. હવે વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા વલસાડનું પશુપાલન વિભાગ દોડતું થયું છે.
વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ નો પ્રથમ સંકાસ્પદ કેસ નોંધાયો છે. વલસાડ જિલ્લાના ભાગડાવાડા ગામમાં એક વાછરડીમાં લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. પશુપાલન વિભાગની પશુચિકિત્સા વિભાગ ટીમે સ્થળ પર જઈને સેમ્પલ લેવા સહીતની કામગીરી કરી હતી. આ સાથે સલામતીના ભાગ રૂપે વિસ્તારના પશુઓને રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ જીલ્લામાં લમ્પી નો પ્રથમ શંકાસ્પદ કેસ જોવા મળતા પશુપાલકોમાં ભય ફેલાયો છે.
રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ
કૃષિ અને પશુપાલન મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે