શોધખોળ કરો

Navsari: નવસારીમાં ફરી શ્વાનનો આતંક, એક જ દિવસમાં 6ને બચકાં ભરતાં લોકોમાં ફફડાટ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. ઠેર ઠેર લોકોને શ્વાનને બચકાં ભરીને ઘાયલ કર્યા હોવાની વાત સામે આવી રહી છે

Navsari News: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. ઠેર ઠેર લોકોને શ્વાનને બચકાં ભરીને ઘાયલ કર્યા હોવાની વાત સામે આવી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે હવે નવસારીમાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જિલ્લાના ખેરગામમાં એક જ દિવસમાં 6 લોકોને બચકાં ભરી લેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની રેફરલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, નવસારી જિલ્લામાં ફરી એકવાર શ્વાનનો આતંક સામે આવ્યો છે. જિલ્લાના ખેરગામમાં એક જ દિવસમાં શ્વાનને આતંક મચાવ્યો છે, ખેરગામમાં એક જ દિવસમાં ડોગ બાઈટના 6 કેસથી લોકો ભયભીત થયા છે. એક જ દિવસમાં શ્વાને છ લોકોને બચકા ભરીને ઘાયલ કરી દીધા છે, જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ છે. આ ઘટનામાં એક બાળક સહિત કુલ 6 લોકોને બચકા ભરીને શ્વાનને ગંભીર રીતે ઘાયલ કર્યા છે, આ તમામને હાલમાં ખેરગામની રેફરલ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. શ્વાનને પકડવા માટે સ્થાનિક એનજીઓ અને વન વિભાગની જાણ કરવામાં આવી છે. 

શ્વાનના આતંકથી ઘાયલ થયેલા લોકો - 

કુંજ, ઉંમર 5 વર્ષ
હિનાબેન, ઉંમર 33 વર્ષ
હરીશભાઈ ચાવડા, ઉંમર 73 વર્ષ
ગોવિંદભાઈ ચાવડા, ઉંમર 70 વર્ષ
અલ્લાહ રખાભાઈ, ઉંમર 54 વર્ષ
સોનલબેન, ઉંમર 15 વર્ષ

સુરતમાં વધ્યો શ્વાનનો આતંક, રોજના નોંધાય છે 100થી વધુ કરડવાના કેસ

સુરતમાં શ્વાનનો આતંક વધ્યો છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં દરરોજ 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરના પાંડેસર વિસ્તારમાં શ્વાનનો સૌથી વધુ આતંક છે. સુરત સિવિલ હોસ્પિટલ માં વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૧૨૨૫૧ લોકોને  અને સ્મીમેર હોસ્પિટલ માં વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૭૬૪૭ લોકો ને શ્વાન કરડ્યા હોવાના કેસો નોધાયા હતા. આમ એક વર્ષમાં વર્ષમાં કુલ ૧૯૮૯૮ લોકોને શ્વાન કરડ્યાં છે.

પકડેલા શ્વાનને એનિમલ વેલ્ફેર ગાઇડલાઇન્સના નિયમ મુજબ 5 દિવસની અંદર જે તે સ્થળે પાછા મુકવામાં આવે છે

2023 -2024 માં એપ્રિલથી ફેબ્રુઆરીમાં કુલ 15,135 શ્વાન પકડવામાં આવ્યા હતા. જેમાં 13,643 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. રોજ ના 60 થી 70 રસીકરણના ઓપરેશન કરવામાં આવ્યા હતા. રોજની પાંચ જેટલી પાર્ટી શ્વાન પકડવાની પાર્ટી કામ કરે છે.  ભેસ્તાન ઢોર પાર્ટી ડબ્બા ખાતે 630 શ્વાન રાખવાની કેપિસિટી વાળા ડબ્બા રાખવામાં આવ્યા છે. પકડેલા શ્વાનને એનિમલ વેલ્ફેર ગાઇડલાઇન્સના નિયમ મુજબ 5 દિવસની અંદર જે તે સ્થળે પાછા મુકવામાં આવે છે.

સુરત શહેરમાં એક બાજુ રખડતા શ્વાનના આતંક વચ્ચે તાજેતરમાં ભેસ્તાનમાં રખડતા શ્વાન પકડવા ગયેલા કર્મચારીને બચકું ભરી લેતા નવી સિવિલમાં હડકવા વિરોધી રસી લેવી પડી હતી. ભેસ્તાન ખાતે પાલિકાના એબીસી સેન્ટરમાં રહેતો અને શ્વાન પકડવા સહિતનું કામ કરતો 18 વર્ષીય અનિલ પરીયાને શુક્રવારે સવારે સેન્ટર ખાતે રખડતા શ્વાને બચકું ભર્યુ હતુ. જેથી પાલિકાના અધિકારીઓ દ્વારા ગાડીમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં તેને હડકવા વિરોધી રસી મુકાવી હતી. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે ખસીકરણની કામગીરી માટે રખડતા શ્વાન પડકવા આવી રહ્યા છે. જોકે રખડતા શ્વાન પકડીને ભેસ્તાન ખાતે  સેન્ટમાં મુકવામાં આવ્યા હતા ત્યારે અનિલને શ્વાને બચકું ભર્યુ હતુ. ઉલ્લેખનીય છે નવી સિવિલ હોસ્પિટલ કેમ્સપમાં પણ રખડતા શ્વાનના ત્રાસને પગલે ખસીકરણ માટે શ્વાનને પકડીને ગાડીમાં મુકાયા હતા. તે વેળા જ એક કર્મચારી હડકવા વિરોધી રસી લેવા સિવિલમાં પહોંચ્યો હતો. અઠવાડિયા પહેલા જ ભેસ્તામાં ચાર વર્ષની બાળા પર શ્વાનોએ હુમલો કરતા કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget