શોધખોળ કરો

Navsari: અંબિકા નદીમાં ડુબી જવાથી 11 વર્ષીય તરુણનું મોત, મિત્રો સાથે વેકેશનની મજા માણવા પહોંચ્યા હતા બિલિમોરા

Navsari:નવસારી જિલ્લામાં ભરઉનાળે નદીમાં ડુબી જવાથી એક તરુણનુ મોત થયાની ઘટના ઘટી છે. જિલ્લાના ગણદેવી તાલુકાના બિલિમોરા શહેરમાં આવેલી અંબિકા નદી વિસ્તારમાં મિત્રોનું એક જૂથ ફરવા ગયુ હતું

Navsari News: રાજ્યમાં અત્યારે બે ઋતુ ચાલી રહી છે, એકબાજુ ગરમીનો (Temprature) પારો હાઇ છે, તો વળી કેટલીક જગ્યાએ વરસાદે (Rain) માજા મુકી છે. આ બધાની વચ્ચે હવે નસવારી (Navsari) જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, અહીં એક 11 વર્ષીય તરુણનું નદીના (Sink Death )પ્રવાહમાં તણાઇને મોત થયું છે. બિલિમોરા શહેરમાં આવેલી અંબિકા નદીમાં આ ઘટના ઘટતા જ તંત્ર દોડતુ થયુ છે, હાલમાં આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. 

નવસારી જિલ્લામાં ભરઉનાળે નદીમાં ડુબી જવાથી એક તરુણનુ મોત થયાની ઘટના ઘટી છે. ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, જિલ્લાના ગણદેવી તાલુકાના બિલિમોરા શહેરમાં આવેલી અંબિકા નદી (Ambika River) વિસ્તારમાં મિત્રોનું એક જૂથ ફરવા ગયુ હતું. જેટી ઉપર વેકેશનનો આનંદ (Vacation Enjoy) માણવા આવેલા આ જૂથનો એક મિત્ર અંબિકા નદીના કિનારે પાણીમાં પગ ધોવા પડ્યો, જોકે, નદીના પાણીનું વહેણ વધારે હોવાથી તે ખેંચાઇને તણાયો હતો, તેને બચાવવા અન્ય બે મિત્રો પણ નદીમાં પડતા એકનુ મોત થયુ હતુ. મિત્રને બચાવવા નદીમાં કુદેલા એક 11 વર્ષીય તરુણનું ડુબી જવાથી મોત થયુ હતુ. 11 વર્ષીય મૃતક તરુણનું ના ઉમેરખાન છે. આ ઘટનામાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બેને બચાવી લેવાયા હતો, જોકે, એક મોતને ભેટ્યો હતો. હાલમાં આ ઘટના અંગે બિલિમોરા પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

રાજ્યમાં ગઈકાલે પડેલા આફતના વરસાદ (Rain)ને કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. રાજ્યમાં ગઈકાલે પડેલા વરસાદ (Rain)ને કારણે ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 40 પશુઓના પણ મોત થયાના સમાચરા છે. કમોસમી વરસાદ (Rain) અને વાવાઝોડાનાં કારણે આ મૃત્યુ થયા છે. ગાંધીનગર, સુરેન્દ્રનગર અને દાહોદ જિલ્લામાં વિજળી પડવાથી ત્રણનાં મોત થયા છે. એટલું જ નહીં આ વરસાદ (Rain) અને વાવાઝોડાનાં કારણે રાજયમાં 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. 3,743 ગામોમાં પાવર રીસ્ટોર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 270 ગામોમાં પાવર રીસ્ટોર કરવાની કામગીરી ચાલુ છે.

ગઈકાલે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain) ખાબક્યો હતો. આ વરસાદ (Rain)ને પગલે ગરમીમાં તો રાહત મળી પણ અનેક જગ્યાએ ખેતીના પાકને નુકસાન થયાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ (Rain) પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકામાં અઢી ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. ભરૂચના નેત્રંગ તાલુકામાં બે ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તથા ભરૂચના વડીયા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ (Rain) પડ્યો છે. નર્મદાના તીલકવાડા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ (Rain)પડ્યો છે.

વેસ્ટર્સન ડિસ્ટર્બન્સથી ( Western disturbance)અસરથી 13 મેના રોજથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ  નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં 16 મે સુધી કમોસમી  વરસાદ (Rain) (Unseasonal) થઇ શકે છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે  અમરેલી ગીરસોમનાથ, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ સુરતમાં વરસાદ (Rain) વરસી શકે છે

રાજ્યના 10 જિલ્લામાં આજે કમોસમી વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી  વ્યક્ત કરી  છે.  આજે સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં  વરસાદ (Rain) વરસી શકે છે. સોમવારે ભારે પવન સાથે મહીસાગર જિલ્લામાં વરસાદ (Rain) વરસ્યા બાદ આજે પણ અહીં વરસાદ (Rain)ની આશંકા છે.  

મધ્ય ગુજરાતના ત્રણ અને દક્ષિણ ગુજરાતના એક જિલ્લામાં કમોસમી વરસાદ (Rain) વરસી શકે છે.  અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં કમોસમી વરસાદ (Rain)ની હવામાન વિભાગે આશંકા  વ્યક્ત કરી છે.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ (Rain) પડવાની સંભાવના છે.ગુજરાતમાં સૌથી વધારે વરસાદ (Rain) 14 મેના રોજ  એટલે કે આજે  સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget