શોધખોળ કરો

NEET UG Result: નીટ કૌભાંડમાં સામેલ ગોધરાની જય જલારાસ સ્કૂલનું પરિણામ શું આવ્યું? જાણો કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ

NEET UG Result: NEET UG પરીક્ષામાં ગેરરીતિનો સૌથી વધુ ચર્ચિત કેસ જય જલારામ સ્કૂલ, પરવાડી ગોધરા, ગુજરાતનો છે.

NEET UG Result 2024: NEET વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET ઉમેદવારોના કેન્દ્ર અને શહેર મુજબના માર્કસ જાહેર કર્યા છે. ઉમેદવારો NTA NEET UG ની અધિકૃત વેબસાઇટ https://exams.nta.ac.in/NEET/ ની મુલાકાત લઈને તેમના ગુણ ચકાસી શકે છે. આ તપાસવા માટે, તમારે વેબસાઈટના હોમપેજ પર આપેલ 'NEET (UG) RESULT 2024 CITY/CENTRE WISE' લિંક પર ક્લિક કરવું પડશે. જાહેર કરાયેલા માર્કસ મુજબ, ગોધરામાં વિવાદાસ્પદ જય જલારામ સ્કૂલ, પરવાડી ગોધરા પરીક્ષા કેન્દ્ર ખાતે 27.93% ઉમેદવારોએ NEET પરીક્ષા પાસ કરી છે.

ખરેખર, NEET UG પરીક્ષામાં ગેરરીતિનો સૌથી ચર્ચિત કિસ્સો જય જલારામ સ્કૂલ, પરવડી ગોધરા, ગુજરાતનો છે. ગોધરા NEET પરીક્ષામાં હેરાફેરી કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ શાળાના આચાર્ય પુરુષોત્તમ શર્મા અને શિક્ષક તુષાર ભટ્ટ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભૌતિકશાસ્ત્રના શિક્ષક તુષાર ભટ્ટને NEET UG પરીક્ષા કેન્દ્રમાં નાયબ અધિક્ષક બનાવવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓના સેટિંગ હતા તેઓને તેઓ જાણતા હોય તેટલા પેપર સોલ્વ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને બાકીનું પેપર છોડવા માટે કહ્યું હતું, જે સંપૂર્ણ રીતે ઉકેલવાની જવાબદારી શિક્ષક તુષાર ભટ્ટની હતી.

ગોધરામાં છેતરપિંડીના આરોપો બાદ ગુજરાત પોલીસે શાળાના શિક્ષકો સાથે સંકળાયેલા તુષાર ભટ્ટ, રોય, પુરુષોત્તમ શર્મા, એજ્યુકેશન કન્સલ્ટન્ટ વિભોર આનંદ અને મધ્યસ્થી આરીફ વોહરાના નામ સામેલ કર્યા છે. રોય સિવાય સીબીઆઈએ ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા. શિક્ષક તુષાર ભટ્ટ પેપર સોલ્વ કરવાના હતા. જે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સોંપવામાં આવ્યા હતા તેઓને OMR શીટમાં બને તેટલા સર્કલ ભરવાનું કહેવામાં આવ્યું હતું, બાકીનું પેપર તુષાર ભટ્ટે સોલ્વ કરવાનું હતું.

તુષારે કબૂલાત કરી હતી કે તેણે પેપર સોલ્વ કરવાના બદલામાં ઉમેદવારો પાસેથી 10 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જ્યારે સર્ચ દરમિયાન તેની કારમાંથી 7 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. 5 મેના રોજ પોલીસને શિક્ષક તુષાર ભટ્ટેના મોબાઈલ ફોન પરથી 16 ઉમેદવારોના નામ, રોલ નંબર અને તેમના પરીક્ષા કેન્દ્રોની યાદી મળી હતી.

આ વિવાદિત પરીક્ષા કેન્દ્રનો કોડ 220502 છે. NTA દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, કુલ 648 ઉમેદવારોએ આ પરીક્ષા કેન્દ્ર પર 5 મેના રોજ અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET UG 2024ની પરીક્ષા આપી હતી. તેમાંથી 181* વિદ્યાર્થીઓએ NEET UG પરીક્ષામાં લાયકાત મેળવી છે. એટલે કે 27% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે જનરલ કેટેગરીના પાસિંગ માર્કસ 164 છે. આ પરીક્ષા કેન્દ્રમાં ટોપ સ્કોર 720માંથી 600 માર્ક્સ રહ્યો છે, એક વિદ્યાર્થીએ સૌથી વધુ 600 માર્ક્સ મેળવ્યા છે, જ્યારે 7 વિદ્યાર્થીઓએ 500 કે 500થી વધુ માર્ક્સ મેળવ્યા છે. 648 આ પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ ગુણ 200 આસપાસ છે. સૌથી ઓછો  12 રહ્યો છે. ત્રણ વિદ્યાર્થીઓનું પરિણામ  3,  5 અને  12 આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
Embed widget