શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 21 પોઝિટિવ કેસ આવતાં મચી ગયો ખળભળાટ
દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં રેકોર્ડ બ્રેક કોરોનાનો કેસ સામે આવ્યા છે. એજ દિવસમાં કોરોનાના 21 પોઝિટિવ કેસ આતાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો
નવસારી: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 1108 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 24 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 57982 થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં રેકોર્ડ બ્રેક કોરોનાનો કેસ સામે આવ્યા છે. એજ દિવસમાં કોરોનાના 21 પોઝિટિવ કેસ આતાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. 21 પોઝિટિવ કેસ નોંધાયા તે સોમવાર રાતે 8 વાગ્યાથી લઈને મંગળવાર રાતે 8 વાગ્યા સુધીના છે.
દક્ષિણ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં રેકોર્ડ બ્રેક કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. નવસારી જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 21 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. 21 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.
નવસારી જિલ્લામાં લોકલ સંક્રમણ દિવસે ને દિવસે વધતા કેસોની સંખ્યા 500ને પાર પહોંચી ગઈ છે. નવસારી જિલ્લાના જલાલપોર, વાસદા, ખેરગામ, ગણદેવી તથા ચીખલીમાં સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધી રહ્યાં છે. નવસારી જિલ્લા વહીવટીતંત્ર સુરત તથા મુંબઈ તરફની બોર્ડર સીલ કરવામાં નિષ્ક્રિય જોવા મળી હતી.
રાજ્યમાં હાલ 13198 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 વેલ્ટીલેટર પર છે અને 13111 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 42412 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,90,092 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion