શોધખોળ કરો

ગુજરાતનો દરિયાકિનારો 680 ડોલ્ફિનનું ‘ઘર’, ઓખાથી નવલખીમાં સૌથી વધુ નોંધાઇ

ગુજરાતના ૪,૦૮૭ ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ હતી

ગુજરાતનો દરિયા કિનારો ડોલ્ફિનનું ઘર બન્યું હતું. મળતી જાણકારી અનુસાર, ગુજરાતના ૪,૦૮૭ ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આ જાણકારી આપી હતી. ગુજરાતમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફિન ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના છે. ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું હતું.

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતું હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે ‘ડોલ્ફિન’. વડાપ્રધાન રેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર વન્ય - જળચર જીવ સૃષ્ટિના સંવર્ધન માટે અનેકવિધ પ્રકલ્પોની સાથે-સાથે તેમના સંરક્ષણ માટે કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે.

તાજેતરમાં ગુજરાત વન વિભાગ દ્વારા ગુજરાતમાં ‘ડોલ્ફિનની વસ્તી ગણતરી’ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળની સરકારના જળચર- વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ છે ત્યારે જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન ક્ષણ છે.

વન મંત્રીએ ડોલ્ફિન વસ્તી ગણતરી- ૨૦૨૪ની વિગતો આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીનો દરિયાકિનારો ડોલ્ફિનના ‘ઘર’ તરીકે પ્રસ્થાપિત થયો છે. કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના, ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા ૧,૩૮૪ ચો.કિ.મીની ના વિસ્તારમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફિન હોવાની સંભાવના છે. જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧,૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮, ભાવનગરના ૪૯૪ ચો.કિ.મી.માં ૧૦ તેમજ મોરબીના ૩૮૮ ચો.કિ.મી.માં ૪ ડોલ્ફિન જોવા મળી છે. આમ કુલ મળીને ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયા વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ છે.

વન મંત્રીએ ઉમેર્યું હતું કે, ‘સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખૂબ જ મહત્વનું જળચર પ્રાણી’ છે. સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે. આ ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધી દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. આ સર્વગ્રાહી પ્રયાસોના પરિણામે ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ - વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.

તેમણે કહ્યું હતું કે  આ સર્વે વન વિભાગ સહિત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે બે દિવસ માટે યોજાયો હતો, જેમાં દરેક ટીમમાં ટેકનિકલ-વૈજ્ઞાનિક, નિરીક્ષક, ફોટોગ્રાફર અને ક્ષેત્ર સહાયક એમ કુલ મળીને ૪૭ વિશેષજ્ઞ જોડાયા હતા. વિવિધ બોટના માધ્યમથી કરાયેલા સર્વેમાં સહાયકોને દૂરબીન, G.P.S. યુનિટ જેવા અતિઆધુનિક ટેકનોલોજીની સુવિધા આપવામાં આવેલ હતી.

ડોલ્ફિન અંગે વધુ વિગતો આપતા વન- પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈએ કહ્યું હતું કે, ગુજરાતના દરિયાકાંઠામાં ઇન્ડીયન ઓસન હમ્પબેક ડોલ્ફિન જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે. ડોલ્ફિન તેમના મૈત્રીપૂર્ણ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી છે. ડોલ્ફિનનો મુખ્ય ખોરાક માછલીઓ અને કરચલા, જિંગા છે. તેમ તેમણે ઉમેર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ‘ગંગા ડોલ્ફિન’ છે, તે પવિત્ર ગંગા નદીની શુદ્ધતા દર્શાવે છે. ભારત સરકારે ૫ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ ડોલ્ફિનને ભારતના ‘રાષ્ટ્રીય જળચર પ્રાણી’ તરીકે જાહેર કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Embed widget