શોધખોળ કરો

મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ 2023-24થી રાજ્યમાં PACS કૉમ્પ્યૂટરાઇઝેશન યોજના અમલમાં મૂકવામાં આવી છે

ગાંધીનગર, 7 ફેબ્રુઆરી, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારે વિવિધ સહકારી પહેલો દ્વારા ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સહકાર વિભાગનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવી, દરેક ગામ સુધી આ પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવો તથા સહકાર આધારિત ઇકોનોમીનું એક એવું મૉડલ તૈયાર કરવાનો છે, જેમાં સહકારી સંસ્થાનો દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે સક્રિયપણે યોગદાન આપે. આ ઉદ્દેશને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકારની PACS કૉમ્પ્યૂરાઇઝેશન યોજના મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

PACS કૉમ્પ્યૂટરાઇઝેશન યોજના: ગ્રામીણ સહકારી મંડળીઓનું ડિજિટલ પરિવર્તન 
સહકાર મંત્રાલયે તમામ પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ (PACS)ને એક યૂનિફાઇડ એન્ટરપ્રાઇઝ રિસૉર્સ પ્લાનિંગ (ERP) પ્લેટફૉર્મ પર એકીકૃત કરવા માટે PACS કૉમ્પ્યુટરાઇઝેશન યોજના અમલમાં મૂકી છે. આ પહેલ પેક્સને રાજ્ય સહકારી બૅન્કો (StCBs) અને જિલ્લા કેન્દ્રીય સહકારી બૅન્કો (DCCBs)ના માધ્યમથી રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્ક (NABARD) સાથે જોડે છે.

અગ્રેસર ગુજરાત: 5,754 પેક્સનું કમ્પ્યુટરાઇઝેશન ટૂંક સમયમાં થશે પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ 2023-24થી રાજ્યમાં PACS કૉમ્પ્યૂટરાઇઝેશન યોજના અમલમાં મૂકવામાં આવી છે. હાલમાં આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્યની 5,754 પેક્સમાં કૉમ્પ્યૂટરાઇઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે. આગામી સમયમાં રાજ્યની તમામ પેક્સને સંપૂર્ણપણે કૉમ્પ્યૂટરાઇઝ કરવામાં આવશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાંકીય સહાય 
પેક્સ કૉમ્પ્યૂટરાઇઝેશન યોજના અંતર્ગત પેક્સને જરૂરી તમામ હાર્ડવેર જેમકે, ડેસ્કટૉપ, મલ્ટી-ફંક્શન પ્રિન્ટર્સ (MFPs), ભૌતિક VPN ઉપકરણો, બાયૉમેટ્રિક સ્કેનર્સ, વેબ કૅમેરા, UPS સિસ્ટમ્સ અને જરૂરી સૉફ્ટવેરથી સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત, PACSના તમામ ડેટાનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે અને એક વ્યાપક સપોર્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ માટે દરેક PACSને આશરે ₹4 લાખની નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. અત્યારસુધીમાં તમામ PACSને હાર્ડવેરનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાંથી 2900થી વધુ પેક્સ ટૂંક સમયમાં લાઇવ થશે. આગામી છ મહિનામાં, તમામ પેક્સ ઈ-પેક્સ તરીકે કાર્યરત થઈ જશે.

પેક્સ કૉમ્પ્યૂટરાઇઝેશન યોજનાથી અનેક ફાયદા થશે
પેક્સ કૉમ્પ્યૂટરાઇઝેશનના ફાયદા એ છે કે, તે પેક્સની કામગીરીની ઝડપ, પારદર્શિતા અને જવાબદારી વધારશે તેમજ પેક્સ સ્તરે સભ્યોને આપવામાં આવતી ક્રેડિટ અને નૉન-ક્રેડિટ સેવાઓમાં સુધારો કરશે. આ ઉપરાંત, e-PACS દ્વારા નાણાંકીય અનિયમિતતાઓને સમયસર અટકાવી શકાશે, પેક્સ સ્ટાફની કાર્યક્ષમતામાં વધારો થશે, સભ્યો માટે નાણાંકીય સમાવેશ અને વ્યવસાયની તકોનો વ્યાપ વધશે તથા આંગળીના એક જ ટેરવે તમામ માહિતી ઉપલબ્ધ થઈ શકશે.

આ પણ વાંચો

Look Back 2024: વર્ષ 2024ની મોદી સરકારની 5 સૌથી સારી યોજનાઓ, ગરીબો માટે બની ફાયદાકારક, વાંચો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
Embed widget