શોધખોળ કરો

Gandhinagar: ...તો ગુજરાતની આ શાળાઓની NOC રદ્દ કરશે રાજ્ય સરકાર

અમદાવાદ: રાજ્યમાં ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો મામલો હવે ગરમાવા લાગ્યો છે.  જાહેરહિતની અરજી પર હાઈકોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી. કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવાતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી.

અમદાવાદ: રાજ્યમાં ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો મામલો હવે ગરમાવા લાગ્યો છે.  જાહેરહિતની અરજી પર હાઈકોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવાતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તેનો સવાલ હાઈકોર્ટે કર્યો હતો. ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યૂ કરી છે તેવો જવાબ સરકારે આપ્યો છે. સરકારે એમ પણ કહ્યું કે, ગુજરાતી ભાષા ફરજિયાત નહીં ભણાવનાર શાળાઓની NOC રદ્દ કરાશે. રાજ્યની 23 શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની અને તેમના વિરુદ્ધ પગલા લેવાયાની હાઈકોર્ટને જાણ કરાઈ છે. હવે આ મામલે વધુ સુનાવણી 3 ફેબ્રુઆરી હાથ ધરાશે. હાઇકોર્ટે રાજ્ય સરકારના નિર્દેશ આપ્યા કે અરજદારે કરેલા સૂચન બાબતે પણ સરકાર નિર્ણય લે.

 પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે: ઈસુદાન ગઢવી

અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસ દારૂનો વેપલો કરે છે. 2 પોલીસ કર્મચારી 15 પોલીસ કર્મચારીની જાસૂસી કરે છે. 600 લોકેશન બુટલેગરને મોકલાયા હોવાનો પણ ઈસુદાને આક્ષેપ કર્યો છે.

ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, પોલીસ અરવલ્લીમાં દારૂની ખેપ કરતા પકડાય છે. બોટાદમાં 9 વર્ષની બાળકી પર ગેંગરેપ અને ત્યારબાદ હત્યા કરવામાં આવે છે. છતા પણ કોઈ ઉચ્ચ અધિકારી જવાબ નથી આપતા. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 7041 બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. રોજ 6-7 બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવે છે. 195 કેસોમાં જ ગુનેગાર પકડાયા છે. સરકાર-મુખ્યમંત્રી પોતે કાયદો વ્યવસ્થાનું મોનીટરીંગ કરે. બુટલેગર પોલીસ પાસેથી દારૂ ખરીદે છે. સંડોવાયેલ ઉચ્ચ હોદ્દેદારોને પદ પરથી દૂર કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે. બિહાર જેવા રાજ્યો એક સમયે ગુન્હાખોરી માટે જાણીતા હતા તેની જગ્યાએ ગુજરાત ગુન્હાખોરીનું હબ બન્યું છે.

 રાજ્યમાં ફરી ઠંડી બોલાવશે ભુક્કા

Gujarat Weather Update: રાજ્યમાં રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં 24 કલાક બાદ ઠંડી વધી શકે છે. ગુજરાતમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. હાલમાં રાત્રીનું તાપમાન નોર્મલ છે, અમદાવાદમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે.

24 કલાક બાદ પવનની દિશા પણ બદલાશે

રાજ્યમાં સોથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં 9.7 નોધાયું છે, જ્યારે અમદાવાદમાં 11.7 અને નલિયા પણ 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાક બાદ પવનની દિશા પણ બદલાશે. પવનની દિશા બદલાવવાના કારણે ઠંડી વધી શકે છે. હાલમાં રાજ્યમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂકાંઇ રહ્યો છે.  હવામાન વિભાગના અનુસાર આજે ઠંડીથી રાહત રહેશે પણ આવતીકાલથી ફરી ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથીં ઠંડીનો ચમકારો વધશે. આગામી 24 કલાક તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પણ કાલથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ગત રાત્રિએ 7.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયુ હતું. નલિયા ઉપરાંત અમરેલી, ગાંધીનગર, ડીસા, ભૂજ, રાજકોટમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગના મતે અમદાવાદમાં 22થી 24 જાન્યુઆરી કડકડતી ઠંડી પડશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget