શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ ત્રણ જિલ્લાઓમાં હજુ સુધી નથી નોંધાયો કોરોનાનો એક પણ? જાણો કયા ત્રણ જિલ્લા છે?
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 4395 પર પહોંચ્યો છે
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 4395 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 214 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ સમગ્ર જાણકારી આપી હતી.
સૌથી મોટી વાત એ છે કે, ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો જ નથી તે નામ છે અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા. આ ત્રણ જિલ્લાઓમાં કોરોનાના રિપોર્ટ કરાવવામાં આવ્યાં હતાં જોકે સદનસીબે તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં.
છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગીર સોમનાથ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં હજુ સુધી કોરોનાથી એક પણ મોત નિપજ્યું નથી. આ તમામ જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓ છે જોકે ઉપર દર્શાવેલા જિલ્લાઓમાં એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.
રાજ્યમાં કુલ 4395 કોરોના કેસમાંથી 33 દર્દી વેન્ટિલેટર પર છે અને 3535 સ્ટેબલ છે. મૃત્યુઆંક 214 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 513 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 64007 ટેસ્ટ થયા જેમાંથી 4395 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion