શોધખોળ કરો
લોકસભા ચૂંટણીઃ આજથી ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાના મતદાન માટે આજે નોટિફિકેશન બહાર પડશે. આ સાથે જ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ગુજરાતમાં પણ ત્રીજા તબક્કામાં મતદાન હોઈ આજથી ગુજરાતમાં ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થઈ જશે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. મુરલી ક્રિષ્નાએ જાહેર કર્યું છે કે, મંજૂરી વગર સરઘસાકારે ઉમેદવારી ફોર્મ ભરવા આવવાની મનાઇ છે. જે તે જિલ્લા તંત્ર પાસેથી આ અંગે મંજૂરી લેવાની રહેશે. ઉમેદવારીપત્ર ભરવા માટે ચૂંણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કરચેરીમાં ઉમેદવારી સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓથી વધારે લોકોના પ્રવેશ ઉપર પ્રતિંબંધ છે. ઉપરાંત ઉમેદવારીપત્ર ભરવાના સમયે ચૂંટણઈ અધિકારીની કચેરીના 100 મીટરના પરિઘમાં ઉમેદવાર સહિત તેના ટેકેદારોના વધુમાં વધુ ત્રણ વાહનો પાર્ક કરવા દેવાશે. મુખ્ય અધિકારીએ કહ્યું કે, સૂચનાઓનું યોગ્ય અમલીકરણ થાય તે નિશ્વિત કરવા માટે નાયબ પોલીસ અધીક્ષકથી નીચેના હોય તેવી કક્ષાના પોલીસ અધિકારીઓ નોડલ અધિકારીઓ તરીકે નીમવામાં આવ્યા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચોથી એપ્રિલ છે. અને જાહેર રજા દિવસો સિવાયના દિવસોમાં ફોર્મ ભરી શકાશે. 5 એપ્રિલે સ્ક્રૂટીની તારીખ છે અને 23 એપ્રિલના રોજ મતદાન થશે.
વધુ વાંચો





















