શોધખોળ કરો
Advertisement
હવે શાળા પસંદગી માટે ઉમેદવારી નોંધવાનાર શિક્ષક જો આવું કરશે તો ભરવો પડશે 2 લાખ રૂપિયાનો દંડ
હાલમાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
હવે ચાલુ નોકરીએ ઉમેદવારી નોંધાવનાર શિક્ષક શાળા પસંદ ન કરે તો દંડ ભરવો પડશે. મધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી પસંદગી સમિતિએ આ મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં જગ્યા બદલી માટે ચાલુ નોકરી વાળા ઉમેદવારો ફરીવાર ઉમેદવારી નોંધાવે અને જો શાળા પસંદ ન કરે તો એમને દંડ ભરવો પડશે.
હાલમાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અનેક ચાલુ નોકરી વાળા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. હાલ જે ઉમેદવારો અન્ય શાળામાં નોકરી કરતા હોય પોતાના વતનની લાલસાના કારણે વારંવાર પોતાની ઉમેદવારી નોંધાવતા હોય છે. ત્યાર બાદ પસંદગીની શાળા ન મળતા તે જગ્યાએ હજાર થતા નથી.
જેથી હવે ચાલુ નોકરી વાળા ઉમેદવારો ફરીવાર ઉમેદવારી નોંધાવે અને જો શાળા પસંદ ન કરે તો દંડ ભરવો પડશે. આવા શિક્ષકોએ ચાલુ નોકરીના પગાર માંથી માસિક 5 હજાર અને 40 મહિના સુધી એટલે કે 2 લાખ રૂપિયા સરકારને દંડ પેટે આપવા પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement