(Source: ECI/ABP News/ABP Majha)
સ્કૂલ કેમ્પસ ફરી ધમધમશે, હવે ધોરણ 9થી 11માં ઓફલાઇન શિક્ષણની વિચારણા
સરકારે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા સમયે વાલીની સંમતિપત્ર મેળવવું ફરજિયાત કર્યુ છે.
રાજ્યમાં હવે સોમવારથી ધોરણ 9થી 11ની સ્કૂલો અનલોક થાય તેવી સંભાવના છે. રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવતા ધોરણ 12ની સ્કૂલો અને કોલેજોમાં 15 જુલાઈથી ઓફલાઈન શિક્ષણ શરુ કરાયું છે. એવામાં શક્યતા છે કે આજે મળનાર રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ધોરણ 9થી 11ની સ્કૂલો ચાલુ કરવા પર પરામર્શ કરવામાં આવશે.
સરકારે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા સમયે વાલીની સંમતિપત્ર મેળવવું ફરજિયાત કર્યુ છે. ત્યારે જો સોમવારથી ધોરણ 9થી 11ના વર્ગો શરુ થશે તો. તેમાં પણ વાલીઓની સંમતિ જરુરી બનશે.
તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક પણ મળશે. જો કે મુખ્યમંત્રી બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે હોવાથી મુખ્યમંત્રીના આગમન બાદ બપોરે 12 વાગ્યે કેબિનેટની બેઠક મળશે. જેમાં રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનની સ્થિતિની સાથે સાથે ધોણ 12 અને ઉચ્ચ અભ્યાસક્રમોની સાથે આગામી સમયમાં ધોરણ નવથી 11ના વર્ગો ચાલુક રવા અંગે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
આ સિવાય કેબિનેટની બેઠકમાં અગાઉ મંત્રીઓને સોંપવામાં આવેલ જિલ્લાઓ અને જિલ્લાઓમાં કરેલા પ્રવાસ અને તેમના મુદ્દા પર ચર્ચા થશે. સાથે જ ઓગસ્ટ મહિનામાં સરકારની પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમ અંગે પણ આખરી ઓપ અપાઈ શકે છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 50 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.
વડોદરા શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 4, આણંદમાં 2, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.