શોધખોળ કરો

Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા જોવા શ્રીલંકા અને મોરેશિયસના અધિકારીઓ ગુજરાત આવ્યા

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. એક તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને બીજા તબક્કાનું મતદાન આવતીકાલે થવાનું છે.

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. એક તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને બીજા તબક્કાનું મતદાન આવતીકાલે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કરવા શ્રીલંકાના કમિશનર જનરલ ઓફ ઇલેક્શન્સ રથનાયકે અને મોરેશિયસના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર શ્રીમતી વિજીયાની કૂંજન ગુજરાત આવ્યા છે.

ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ બંને મહાનુભાવોએ ગુજરાત વિધાનસભાની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી તંત્રની સજ્જતા વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. શ્રીલંકાના કમિશનર જનરલ ઓફ ઇલેક્શન્સ એમ. કે. એસ. એસ. રથનાયકે અને મોરેશિયસના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર શ્રીમતી વીજીયાની કૂંજન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ ઇલેક્શન વીઝીટર પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત આવ્યા છે

આજે સવારે આ બંને મહાનુભાવોએ અમદાવાદમાં ડિસ્પેચ સેન્ટરની મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. શ્રીલંકા અને મોરેશિયસના આ બંને અધિકારીઓ ગુજરાતની ચૂંટણી, ચૂંટણી તંત્રની સજ્જતા અને કામગીરીથી અત્યંત પ્રભાવિત થયા હતા.  આવતીકાલે બીજા તબક્કાના મતદાનના દિવસે આ બંને અધિકારીઓ મતદાન મથકોની મુલાકાત લેશે અને સમગ્ર પ્રક્રિયાનું અવલોકન કરશે.

મતદાન કરાવવા જળમાર્ગે પહોંચ્યા ચૂંટણી અધિકારીઓ

સોમવારે એટલે કે પાંચ તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેને લઈને ચૂંટણીપંચના અધિકારીઓ તૈયારીમાં લાગી ગયા છે. તમામ સામગ્રીઓ બુથ સુધી પહોંચાડવામાં આવી રહી છે.  આ કડીમાં હવે મહીસાગર વિધાનસભાની ચૂંટણીને લઈને સંતરામપુર વિધાનસભામાં રાઠડા બેટ ગામે કર્મચારીઓ જળ માર્ગે ચૂંટણીલક્ષી સામગ્રી લઈને પહોંચ્યા હતા.

રાઠડા બેટ ગામ કડાણા ડેમમાં પાણીની મધ્યમાં આવેલ છે. મતદાન પ્રક્રિયાને લઇ અને ચૂંટણીલક્ષી સામગ્રી સાથે કર્મચારીઓ હોડીમાં બેસી મતદાન મથકે પહોંચ્યા હતા. આદિવાસી વિસ્તારમાં આવેલ આ મતદાન મથકને આદિવાસી જીવન શૈલીને રજૂ કરતી વિવિધ આદિવાસી કળાઓથી સુશોભિત કરવામાં આવ્યું છે. રાઠવા બેટ ગામે 712 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. મતદારો મતદાન કરી શકે તે માટે જળ માર્ગે પણ વહીવટી તંત્ર રાઠડા બેટ ગામે પહોંચ્યું હતું. તેમની મધ્યમાં આવેલ હોવાના કારણે રાઠડાબેટ પર પહોંચવા માટે એકમાત્ર માર્ગ જળમાર્ગ છે. 

બીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલ પંપ એસોસિએશનની મોટી જાહેરાત

અમદાવાદ સહિત 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનના કારણે બીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ મતદાનનું ચિહ્ન બતાવનારા મતદારોને એક લીટર પર એક રૂપિયા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે એસોસિએશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
Advertisement

વિડિઓઝ

NSUI Protest news: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પર લાંચના આરોપને લઇ NSUIનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
AAJ No Muddo : આજનો મુદ્દો : સંબંધ બેવફા!
Uttarakhand Cloudburst : ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા ભારે તબાહી
Duplicate Medicine : નકલી દવા મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન, બહારથી આવતી દવા મામલે બનાવાશે SOP
Ambalal Patel Prediction:  સૌરાષ્ટ્રમાં તૂટી પડશે અતિ ભારે વરસાદ, નદીઓમાં આવશે પૂર, અંબાલાલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પહાડો પરથી આવતા પૂરને જોઈ લોકો ચીસો પાડતા ભાગ્યા, જુઓ વાદળ ફાટ્યા બાદના 4 વીડિયોમાં વિનાશનું તાંડવ
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પહાડો પરથી આવતા પૂરને જોઈ લોકો ચીસો પાડતા ભાગ્યા, જુઓ વાદળ ફાટ્યા બાદના 4 વીડિયોમાં વિનાશનું તાંડવ
તબાહીનો LIVE વીડિયો: ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી વિનાશક પૂર; ધારલીમાં ભારે તબાહી, અનેકના મોતની આશંકા
તબાહીનો LIVE વીડિયો: ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી વિનાશક પૂર; ધારલીમાં ભારે તબાહી, અનેકના મોતની આશંકા
Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી, જાણી લો
Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી, જાણી લો
Embed widget