Old Pension Scheme : જૂની પેન્શન સ્કીમ મુદ્દે ગુજરાતમાં ઠેર ઠેર દેખાવો, બનાસકાંઠામાં 10 હજારથી વધુ કર્મચારીઓ જોડાયા
ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી સાથે ગુજરાતમાં ઠેર ઠેર કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.
ગાંધીનગરઃ ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી સાથે ગુજરાતમાં ઠેર ઠેર કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા હેઠળ દેખાવો કરવામાં આવી રહ્યા છે. સરકાર સામે જૂની પેંશન સ્કિમ સહીત ૧૫ માંગણીઓ પર દેખાવો થઈ રહ્યા છે. મૌન રેલી કરી આવેદન કલેક્ટરને આપવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠામાં જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓની રેલી નીકળી છે. 10,000થી વધુ કર્મચારીઓની પાલનપુરમાં રેલી યોજાઈ હતી. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે કર્મચારીઓની માંગ. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો દ્વારા પાલનપુરમાં યોજાયેલી વિશાલ રેલી. કલેક્ટરને આવેદન પત્ર આપી કરશે રજૂઆત. સાબરકાંઠા જિલ્લાના વર્ગ ત્રણના કર્મચારી જૂની પેંશન સહિત પડતર માંગણીઓ માટે યોજશે રેલી. શહેરના મહાવિરનગર કેનાલ ફ્રન્ટ પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા. કેનાલ ફ્રન્ટ થી બહુમારી સુધી યોજાશે રેલી. જિલ્લાના અલગ અલગ વિભાગના 14 જેટલા મંડળ સાથે જોડાયેલ કર્મચારીઓ રેલીમાં જોડાશે. રેલી સ્વરૂપે બહુમારી ભવન પહોંચી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપશે.
મહીસાગર જિલ્લામાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સહિતની અન્ય માગને લઈને કર્મચારીઓ મેદાને. વિવિધ વિભાગના કર્મચારીઓએ એકત્રિત થઈ 52 પાટીદાર સમાજ ઘરથી રેલીયોજી મહીસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું. રેલીમાં મોટી સંખ્યામાં વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાયા. હાથમાં બેનર અને સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું. આજ દિવાળી કાલ દિવાળી સરકાર તારી છેલ્લી દિવાળી સહિત વિવિધ સૂત્રોચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો. સરકાર દ્વારા તેમની માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને હડતાલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી.
જૂનાગઢમાં રાષ્ટ્રીય શૈક્શિક મહાસંઘ દ્વારા રેલીનું આયોજન. જૂની પેન્શન યોજના લાગુ કરવાની કરાઈ માંગ. સરકારી કર્મચારીઓ રેલીમાં જોડાયા. મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા. કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા.