નડિયાદ સીરપકાંડમાં વધુ એકનું મોત, આરોપીના પિતાના મોત સાથે આંકડો 6 પર પહોંચ્યો
72 વર્ષીય દર્દી છેલ્લા સાત દિવસથી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ હતા. કરિયાણાના માલિક નારણ સોઢા હાલ આરોપી છે.
Nadiad News: નડિયાદમાં સીરપકાંડમાં કેસમાં વધુ એકનું મોત થયું છે. આ સાથે જ મોતનો આંકડો 6 પર પહોંચી ગયો. કિશન કરીયાણા સ્ટોરના માલિક અને આરોપીના પિતાનું જ આ કેસમાં મૃત્યુ થયું છે. સિવિલ હોસ્પિટલમાં સાકર સોઢાનું મૃત્યુ છે. 72 વર્ષીય દર્દી છેલ્લા સાત દિવસથી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ હતા. કરિયાણાના માલિક નારણ સોઢા હાલ આરોપી છે. હજુ પણ આ કેસમાં બે દર્દીઓની સારવાર ચાલી રહી છે.
છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ચર્ચિત બનેલા સિરપ કાંડમાં મોટુ અપડેટ સામે આવ્યુ છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લામાં થયેલા સિરપ કાંડમાં અત્યાર સુધી કુલ 6 વ્યક્તિઓનું મોત થઇ ચૂક્યુ છે, અને અન્ય કેટલાક લોકો સારવાર હેઠળ છે, હાલમાં માહિતી છે કે, નડિયાદ સિરપ કાંડમાં વધુ એક વ્યકિતની તબિયત લથડી છે. 40 વર્ષીય યુવકને સારવારમાં અમદાવાદ હૉસ્પિટલ ખસેડાયો. ખાસ વાત છે કે, સિરપ કાંડનો ભોગ બનનાર ત્રણ દર્દીઓ સિવિલ હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યાં છે. આમાં વૃદ્ધની હાલતમાં હજુ સુધી કોઈ આવ્યો નથી. આ દર્દી કરિયાણા સ્ટૉરનો માલિક છે, અને તેના પિતાના વેન્ટિલેટર પર છે. સાથે સાથે આ સિરપ કાંડમાં 35 વર્ષીય અમિત સોઢાની હાલત સુધારા પર આવી છે.
ઝેરીલા સિરપનું વડોદરા કનેકશન સામે આવ્યું છે. યોગેશ સિંધીએ વડોદરાથી સિરપ ખરીદ્યું હતું. વડોદરામાં જે વ્યક્તિ પાસેથી સિરપ ખરીદ્યું હતું તેની પણ તપાસ શરૂ છે. ખેડા એસપી રાજેશ ગઢીયાએ ઝેરીલા સિરપથી 5 લોકાનાં મોતની પુષ્ટી કરી છે. તેમણે જે પણ લોકોને આ સિરપની અસર હોય તેમને સિવિલનો સંપર્ક સાધવા અપીલ કરી હતી. કરિયાણાની દુકાન પાસેથી મળેલી સિરપની ખાલી બોટલોના સેમ્પલ FSLમા મોકલવામાં આવ્યા છે. સિરપ મોકલનારા વડોદરાના બે લોકો પર અગાઉ રાજકોટમાં ફરિયાદ નોંધાઇ ચુકી છે. કિશોર અને ઇશ્વર નામના બે વ્યક્તિઓ કરિયાણાની દુકાનમાં સિરપ વેચતા હતા. આ કેસમાં નિતિન કોટવાણી નામના સિરપ માફીયા સહિત પાંચ સામે ગુનો પણ નોંધાયો છે.
નડિયાદ જિલ્લાના ખેડાના ગ્રામીણ વિસ્તારના ઝહરીલા સિરપકાંડનો રેલો હવે બિલોદરાથી વડોદરા સુધી પહોંચ્યો છે. પાંચ મૃતક પૈકી ચારના પીએમ વગર જ અંતિમસંસ્કાર થઈ ગયા હતા, જોકે પાંચમા મૃતક નટુભાઈ સોઢાનું પોલીસે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યું હતું. તેના પીએમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ મિથાઇલ આલ્કોહોલ અને પોઇઝનિંગના કારણે થયું હોવાનું સ્પષ્ટ હતું, જેથી પોલીસે ઘટનાના ચોથા દિવસે નડિયાદના ત્રણ અને વડોદરાના બે મળી કુલ પાંચ શખસ સામે ગુનો નોંધ્યો છે. સિરપ કાંડના ગંભીર ઘટના મુદ્દે આખરે શુક્રવારે મોડી સાંજે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં પ્રથમ નંબર પર આરોપી તરીકે યોગેશ પારુમલ સિંધી, નારાયણ ઉર્ફે કિશોર સોઢા (ભાજપ પૂર્વ કોષાધ્યક્ષ), ઈશ્વર સોઢા, નીતિન કોટવાણી (રહે. વડોદરા) અને ભાવેશ સેવકાણી (રહે. વડોદરા) વિરુદ્ધ ગુનો નોંધાયા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ બેદરકારી દાખવવા અને લોકોનાં મોત નિપજાવવાની કલમો ઉમેરી છે. ઉલ્લેખનીય છે કે વડોદરાનો નીતિની કોટવાણી કેમિકલના વેપલામાં કુખ્યાત છે. અગાઉ નકલી સેનેટાઈઝર સહિતના પ્રકરણોમાં તેની ધરપકડ કરાઈ હતી. પોલીસે પાંચ સામે ગુના નોંધ્યા છે, જેમાં ત્રણ આરોપીને અગાઉથી જ રાઉન્ડઅપ કરેલા છે, જોકે બે આરોપીઓ હજી ફરાર છે. રાઉન્ડઅપ કરેલા ત્રણ આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે બિલોદરા ગામમાં શંકાસ્પદ મોત થતાં અમે બાકી વધેલી બોટલો નદીના પાણીમાં ઠાલવી દીધી હતી. આ ઉપરાંત અન્ય બોટલોને પણ વીણા ગામની સીમમાં આવેલા ગોડાઉન નજીક બાળી દીધી હતી.