શોધખોળ કરો
Advertisement
ગુજરાતનો વધુ એક જવાન લેહમાં થયો શહીદ, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
જીઝુંડા ગામનાં 22 વર્ષીય વનરાજ દેગામા હાલમાં લેહ ખાતે એએસસી બટાલિયનમાં ફજ ઉપર તૈનાત હતો જે કોઈ અકસ્માતમાં લેહમાં શુક્રવારે શહિદ થયાનાં સમાચાર મળતાં જ શોકનું મોજું ફરી વળ્યું
ચોટીલાઃ ચોટીલા તાલુકાના જીઝુંડા ગામના 22 વર્ષીય વનરાજ દેગામા લેહમાં ફરજ દરમિયાન શહીદ થયા હતા. આજે વતન જીઝુંડા ગામમાં શહીદના માન-સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દુ:ખદ સમાચારથી ચોટીલા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
જીઝુંડા ગામનાં 22 વર્ષીય વનરાજ દેગામા હાલમાં લેહ ખાતે એએસસી બટાલિયનમાં ફજ ઉપર તૈનાત હતો જે કોઈ અકસ્માતમાં લેહમાં શુક્રવારે શહિદ થયાનાં સમાચાર મળતાં જ શોકનું મોજું ફરી વળ્યું હતું.
લેહના વાતાવરણને કારણે શનિવારે આર્મી હોસ્પિટલ ખાતે તેનો દેહ પીએમ માટે લાવવામાં આવ્યો હતો. સમાચાર મળતાં જ પરિવારજનો ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં હતાં.
નોંધનીય છે કે, છ મહિના પહેલાં ચોટીલા તાલુકાનાં કુઢડા ગામના ભાવેશ રાઠોડ શ્રીનગર ખાતે ફરજ બજાવતી વખતે શહીદ થયા હતા. ભાવેશ રાઠોડ બાદ હવે વનરાજ દેગામા શહીદ થતાં ચોટિલા તાલુકામાં ગમગીની વ્યાપી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion