Gujarat Rain: જુનાગઢના આ ગામના પુલનો ભાગ ઘરાશાયી થતા સંપર્ક તૂટ્યો, છેલ્લા 8 વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છે લોકો
Gujarat Rain: જુનાગઢ જિલ્લાના ઇશાપુર ગામમાં ભારે વરસાદના કારણે પુલનો એક હિસ્સો ધોવાઈ ગયો છે. ઇસાપુર ગામને ભેસાણ, જુનાગઢ અને જેતપુર સાથે જોડતો આ અતિ મહત્વનો પુલ છે. ભારે વરસાદ પડતા અહીં વારંવાર પુલ ઉપરથી પાણી વહેતા થઈ જતા હોય છે.
Gujarat Rain: જુનાગઢ જિલ્લાના ઇશાપુર ગામમાં ભારે વરસાદના કારણે પુલનો એક હિસ્સો ધોવાઈ ગયો છે. ઇસાપુર ગામને ભેસાણ, જુનાગઢ અને જેતપુર સાથે જોડતો આ અતિ મહત્વનો પુલ છે. ભારે વરસાદ પડતા અહીં વારંવાર પુલ ઉપરથી પાણી વહેતા થઈ જતા હોય છે. જેને લઇ ગામ સંપર્ક વિહોણું બની જાય છે. ગામ લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી આ પુલના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવી રહી છે. છતાં કોઈ સમસ્યાનું સમાધાન હજી સુધી તંત્ર દ્વારા કરાયું નથી. ગામ લોકો દ્વારા માંગ કરાઈ હતી કે વહેલામાં વહેલી તકે આ પુલનું સમારકામ કરવામાં આવે.
બીજી તરફ ધારાસભ્ય ભુપત ભાયાણીએ જણાવ્યું હતું કે ઇસાપુર સહિત અનેક ગામડાઓમાં આ પ્રકારના પુલ જર્જરીત હાલતમાં છે. છતાં છેવાડાના ગામડાનો વિકાસ કરવાનો દાવો કરતી સરકાર આ મામલે કોઈ કાર્યવાહી કરતી નથી. ધારાસભ્ય જણાવ્યું હતું કે તેઓ પણ આ મામલે જવાબદાર તંત્ર અને સરકારમાં રજૂઆત કરી વહેલી તકે પુલનું કામકાજ બને તે માટે પ્રયત્ન હાથ કરશે. મહત્વનું છે કે જુનાગઢ જિલ્લાનું ઇસાપુર ગામ વિસાવદર મતવિસ્તારમાં આવે છે. જ્યારે ગામના વહીવટી કામકાજ માટે આ ગામનો સમાવેશ જુનાગઢ તાલુકામાં કરાયો છે.
જૂનાગઢમાં આભ ફાટતા શહેરમાં ભયંકર પૂર
જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ભયંકર પૂર આવ્યું છે. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. શહેર આખુ બેટમાં ફેરવાયું છે. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ગીરનાર પર્વત ઉપર 8 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જૂનાગઢ શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. જૂનાગઢના એસપીએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.શહેરના અનેક માર્ગોમાં લોકો વાહનો સાથે ફસાયા છે. લોકો તળેટી તરફ ન જવા અપીલ કરી છે.ધેોધમાર વરસાદ ખાબકતા તળેટી પાણી-પાણી થઈ છે.જૂનાગઢના ભૂતનાથ મંદિર નજીકના અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા છે.
શહેરના કાળવા જયશ્રી રોડ, જલારામ સોસાયટી, દોલતપાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઝાંઝરડા રોડ, દોલતપરા, સાબરપુર, ટિંબાવાડી, મધુરમની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. દોલતપરા, ગાંધીધામ, સહિતની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળતા જનજીવન અને વાહન વ્યાવહાર પ્રભાવિત થયો છે.વીજળીના કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરમાં ભયંકર પૂર આવ્યું છે.
જૂનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી
જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ફરી એક વખત વિનાશનો વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાની ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ સામે આવી છે. જુનાગઢ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગિરનાર પર્વત પરથી ધસમસતા પાણી વહી રહ્યા છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવી સ્થિતિ છે. જુનાગઢમાં ચારેકોર અતિશય વરસાદથી રસ્તાઓ પર પાર્ક કરેલી કાર પાણી તરતી જોવા મળી હતી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial