શોધખોળ કરો

Gujarat News: ગુજરાતના 80 માછીમાર પરિવારોની સુધરી દિવાળી, પાકિસ્તાને જેલમાંથી કર્યા મુક્ત

Gujarat News: હજુ 143 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે.

ગાંધીનગરઃ ગુજરાતના 80 માછીમારોના પરિવારોની દિવાળી સુધરી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, પાકિસ્તાનની જેલમાં કેદ 80 ગુજરાતી માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા. બુધવારના રોજ 80 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા આ માછીમારો 10 નવેમ્બરના વાઘા બોર્ડર પર પહોંચશે જ્યાંથી તમામને ટ્રેન મારફતે વેરાવળ લાવવામાં આવશે. જોકે હજુ 143 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ તમામ 80 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં 2021થી કેદ હતા.                                                                                     

 માછીમારોની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના 59, દેવભૂમિ દ્ધારકાના 15, જામનગરના 01, અમરેલીના 02, દીવના 03 માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યા હતા.    

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બીમારીના કારણે પાકિસ્તાનની કરાચી જેલમાં બંધ કોડીનાર તાલુકાના દુદાણા ગામના માછીમાર ભુપત વાળાનું મોત થયું હતું. ભુપત વાળાના મૃતદેહને દુદાણા ગામ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ગ્રામજનોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. દુદાણા ગામના માછીમારનું 9 ઓક્ટોબરના રોજ મોત થયું હતું. રાત્રે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા જેલમાં બંધ ભુપત વાળા નામના માછીમારને પાકિસ્તાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.                        

ફિશરીઝ વિભાગના અધિકારી મુકેશ ડાકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અવસાન પામેલા માછીમાર ભુપત વાળા પાછલા 2 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા. નોંધનીય છે કે તાજેતરમાં જ પોરબંદરના દરિયામાં બે દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામા આવ્યો હતો. આ ઓપરેશનમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોરબંદર પોલીસ દ્વારા દરિયામાં બોટનું  ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. માછીમારોના આઈ.ડી.પ્રુફ સહિતના ચકાસણી કરવામાં આવી હતી. તો સાથો સાથ માછીમારોને પણ દરિયાઈ સુરક્ષાને લઈ ને જાગૃત કરવામાં આવ્યા હતા. ઓપરેશન સાગર સુરક્ષા કવચને લઈ પોરબંદરના અસ્માતી ઘાટ નજીક પણ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા.                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

ABP Premium

વિડિઓઝ

Sthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaAhmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય

Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Embed widget