(Source: ECI/ABP News/ABP Majha)
Banskantha Rain: ભારે વરસાદને પગલે પાલનપુર-અમદાવાદ હાઈવે પર ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુર-અમદાવાદ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા. કાણોદર નજીક હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. નેશનલ હાઈવે પરથી હજારો વાહનો પસાર થાય છે.
બનાસકાંઠા: બનાસકાંઠના પાલનપુર, વડગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી જ જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે. છાપી વિસ્તારના બજારના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. અનેક વાહનો પાણીમાંથી જવા મજબૂર બન્યા હતા. રસ્તા પર ભરાયેલા પાણીમાં અડધા ડૂબી ગયેલા વાહનો જોવા મળ્યા હતા. બનાસકાંઠાના પાલનપુર-અમદાવાદ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા. કાણોદર નજીક હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. નેશનલ હાઈવે પરથી હજારો વાહનો પસાર થાય છે.
બનાસકાંઠાના પાલનપુરમાં અનરાધાર વરસાદ વરસતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. કીર્તિ સ્તંભ વિસ્તારમાં દુકાનો સુધી ઘૂસ્યા વરસાદી પાણી ફરી વળ્યા છે. વરસાદના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા હતા.
મલાણા પાટીયા પાસે વરસાદી પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાલનપુર નજીક આવેલ મલાણા પાટીયા પાસે વરસાદી પાણી ભરાયા છે. આ માર્ગ પરથી 10 ગામના લોકો પસાર થાય છે. હવે 20 કિલોમીટર ફરીને પાલનપુર આવવું પડે છે. જો કે પાલનપુરમાં બે ઇંચ વરસાદ થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ અટવાયા હતા. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
દુકાન ધરાશાયી થઈ
લનપુરમાં વરસાદના કારણે દુકાન ધરાશાયી થઈ છે. મોટી બજારમાં આવેલી દુકાન વરસાદથી ધરાશાયી થઈ હતી. દુકાનમાં કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી છે. ઘટના બાદ જીઇબી વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તાત્કાલિક વીજલાઈન બંધ કરી મીટર કાઢવામાં આવ્યું હતું.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
મધ્યપ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમ ધીરે ધીરે રાજ્ય પર આવતા ફરી મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે (Meteorological Department) આગામી 2 દિવસ સાર્વત્રિક મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની (heavy rain) હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે.
સૌરાષ્ટ્રના 6 મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે. 16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે.