(Source: ECI/ABP News/ABP Majha)
Patan : 'તે મારી ઉપર ચડી ગયો ને મને નિર્વસ્ત્ર કરી બળજબરી કરવા લાગ્યો, પરંતુ સંભોગ થઈ શક્યો નહીં'
તે મારા ઉપર ચડી ગયેલો અને મારી સાથે બળજબરી કરવા લાગેલો. તેણે મેં પહેરેલી લેગીઝ તથા આંતરવસ્ત્ર ખેંચીને નીચે ઉતારી દીધેલ અને મારા ડ્રેસનું ટોપ ઉપર કરી બળજબરી કરવા લાગેલો, તેમ પરણીતાએ ફરિયાદમાં જણાવ્યું.
પાટણઃ સિદ્ધપુર શહેરમાં રહેતી પરણીતા સાથે 30 વર્ષના અજાણ્યા ઇસમે છરી બતાવી દુષ્કર્મ કરવાની કોશિશ કરી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બુધવારે બપોરે 38 વર્ષીય પણીતા ઘરે એકલી હતી, ત્યારે આ ઘટના બની હતી. અચાનક અજાણ્યો ઈસમ ઘરમાં આવી મહિલા સાથે જબરજસ્તી કરી સોનાની ત્રણ વીંટી રૂ. 40,000ની હાથમાં પહેરેલી વીંટી લુંટી ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
પરણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, બપોરે આશરે દોઢેગ વાગે હું મારા ઘરે હાજર હતી અને મારો દીકરો સ્કૂલે ગયો હતો. જેથી તેને સ્કુલેથી લેવા જવા માટે તૈયારી કરતી હતી અને મારા ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. તે વખતે હું મારા રસોડાનો પાછળનો દરવાજો બંધ કરવા માટે ગયેલી. રસોડામાં હતી તે વખતે કોઈ અજાણ્યો માણસ મારા ઘરના રૂમમાં જવાનો અવાજ આવતા મેં કહેલ કે કોણ છે. કોણ છે તેમ કહેલ જેથી એક પુરુષ આશરે 30થી 32 વર્ષીનું ઉંમરનો જેણે વાદળી કલરની નાઇટી પહેરેલી હતી તથા ટીશર્ટ પહેરેલી હતી. તેમજ રૂમાલથી મોઢું બાંધેલ હાલતમા મારી વાસે આવેલો અને તેણે તેની કમરમાંથી છરી કાઢીને મને બતાવેલ અને મને કહેલ કે તું બોલતી નહીં. નહીં તો તને જાનથી મારી નાંખીશ, તેમ કહી મેં તેને ધક્કો મારેલો. જેથી હું નીચે પડી ગયેલી.
આ પછી તે મારા ઉપર ચડી ગયેલો અને મારી સાથે બળજબરી કરવા લાગેલો. તેણે મેં પહેરેલી લેગીઝ તથા આંતરવસ્ત્ર ખેંચીને નીચે ઉતારી દીધેલ અને મારા ડ્રેસનું ટોપ ઉપર કરી બળજબરી કરવા લાગેલો અને તેણે તેની નાઇટી ઢીંચણ સુધી ઉતારી દિધેલ અને મારા ઉપર ચડી ગયેલો અને મારી સાથે સંભોગ કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ સંભોગ થઈ શકેલ નહીં અને મારી સાથે વધુ ઝપાઝપી થતા તે ઉભો થઈ ગયેલો અને મને છરી બતાવી બંને હાથમાં પહેરેલી સોનાની વિંટી આશરે 8 ગ્રામ 40 હજારની કિંમતની લૂંટી લીધી હતી.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા કપડા પહેરતી હતી તે વખતે આ માણસ મારા ઘરમાં બીજી ચીજવસ્તુની તપાસ કરેલી પરંતુ તેને કોઈ ચીજ ન મળતા પંદર મિનિટ પછી તે મારા ઘરનો મુખ્ય દરવાજો બહારથી બંધ કરીને ચાલતો નીકળેલો અને મેં મારા મકાનની બારીમાંથી જોયેલ તો તે બિંદુ સરોવર બ્રીજ બાજુ નીકળી ગયેલો હતો. આ પછી મેં મારા પતિને ફોન કરીને બનાવની જાણ કરેલ, જેથી મારા પતિ પણ પાટણથી આવતાં હું તેમની સાથે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા આવેલ છું.