મુખ્યમંત્રી સાથે કોંગ્રેસના ધારાસભ્યોની મુલાકાતને લઈને રાજકારણ ગરમાયું, કિરીટ પટેલે કરી સ્પષ્ટતા
પાટણ: ગઈકાલે પાટણ ખાતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘણી તેમજ પાટણ જિલ્લાના પ્રભારી જગદીશ પંચાલ હાજર હતા.
પાટણ: ગઈકાલે પાટણ ખાતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘણી તેમજ પાટણ જિલ્લાના પ્રભારી જગદીશ પંચાલ હાજર હતા. આ દરમિયાન પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘણી સાથે મુલાકાત કરી હતી, જે બાદ બન્ને કોંગ્રેસના ધારાસભ્યોની મુલાકાતને લઈ રાજકીય ગરમાવો આવ્યો હતો. હવે આ ઘટનાને લઈને કિરીટ પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સાથેની મુલાકાત શુભેચ્છા મુલાકાત હતી.
અમે નફરતની રાજનીતિ નથી કરતા
તમને જણાવી દઈએ કે, પાટણ ખાતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવા આવી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી હતી. જેમા પોલીસ પરેડ અને સંસ્કૃતિક કાર્યક્રમમાં કિરીટ પટેલ હાજર રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી અને જીતુ વાઘણી સાથેની મુલાકાતે રાજકીય ગરમાવો લાવી દીધો હતો. પાટણ જિલ્લાના કોંગ્રેસના બે ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને જીતુ વાઘણી સાથે મુલાકાત કરતા પાટણ જિલ્લામાં રાજકીય ચર્ચાઓ જોર પકડ્યું હતું ત્યારે કિરીટ પટેલે એ કયું હતું કે આ શુભેચ્છા મુલાકાત હતી કોઈ રાજકીય મુલાકાત ન નથી. અમારા સંસ્કાર છે અમે નફરતની રાજનીતિ નથી કરતા. ભાજપમાં જોડાવવાની કોઈ વાત નથી
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની કોઈ વાત નથી
ગુજરાતનો સ્થાપના દિવસ પાટણમાં ઉજવાતો હોય તો ગુજરાત મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી પાટણ અંદર હોય તો પાટણના ધારાસભ્ય તરીકે ત્યાં હાજર રહી તેમની સાથે મુલાકાત કરવાની અમારી ફરજ બને. અમારા સંસ્કરો છે કે અમે નફરતની રાજકારણ કરતા નથી. મુખ્યમંત્રી પાટણ પ્રથમ વાર આવતા હોય હું અને અમારા સાથી ધારાસભ્ય ચંદનજીએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી, કોઈ રાજકીય ચર્ચા ન હતી તેના પછી પ્રભારી મંત્રી જગદીશ પંચાલ તેમજ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘણી ચર્ચા કરી તેમને શુભેચ્છા પાઠવી હતી. જે સંસ્કૃતિક કાર્યક્રમ અને પરેડમાં હાજર રહ્યા હતા અમે હાજર ન રહીએ તો મીડિયા કહે છે પાટણના ધારાસભ્ય હાજર રહેતા નથી, અને હાજર રહીએ તો કહે તમે સેટિંગ કર્યું આ વાત સાવ ખોટી છે, અમે માત્રને માત્ર અમારી નૈતિક ફરજ સમજી અમે કોંગ્રેસના સંસ્કાર છે તે સંસ્કાર સમજી અને બન્ને ધારાસભ્યઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી કોઈ રાજકીય ચર્ચા ન હતી.કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની કોઈ વાત નથી.