Mahadev Satta App: પાટણમાંથી પકડાયો મહાદેવ સટ્ટા એપનો ભાગીદાર, 5213 કરોડનો મળ્યો હિસાબ
Latest Patan News: પોલીસ તપાસમાં મોબાઈલમાંથી 23 આઇડી મળ્યા હતા. પોલીસે હાલ કાર અને મોબાઈલ મળી કુલ 15 લાખ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Patan News: ભારતની સૌથી મોટી સટ્ટા બેટિંગ ધરાવતી એપ્લિકેશનનો ભાગીદાર પાટણમાંથી પકડાયો છે. મહાદેવ સટ્ટા એપ્લિકેશનમાં ભાગીદારી ધરાવતો ભરત મુમજી ચૌધરીને સરહદી રેન્જ પોલીસે બાતમીને આધારે ઝડપ્યો હતો. ઝડપાયેલ આરોપીના મોબાઈલ તપાસ કરતા મહાદેવ બુકના માલિકો સાથેના વાર્ષિક 5213 કરોડના હિસાબો મળ્યા હતા. સરહદી રેન્જ પોલીસે મહાદેવ બુકના ભાગીદાર ભરત ચૌધરી ને પાટણની યશ ટાઉનશીપ ખાતેથી ઝડપી પાડ્યો હતા.
પોલીસ તપાસમાં મોબાઈલમાંથી 23 આઇડી મળ્યા હતા. તેમજ મહાદેવ બુકના માલિક સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના વાર્ષિક હિસાબો પણ મળી આવ્યા હતા. પોલીસે હાલ કાર અને મોબાઈલ મળી કુલ 15 લાખ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
થોડા દિવસ પહેલા છત્તીસગઢના જશપુર જિલ્લાના ટપકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવ સટ્ટા એપ સાથે જોડાયેલી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે ગેંગના 95 બેંક ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપતનો પર્દાફાશ કર્યો હતો. 28 કરોડ 76 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને શંકાસ્પદ બેંક ખાતામાંથી 25 કરોડ 51 લાખ રૂપિયા ઉપાડી લેવાયા હતા. અત્યાર સુધીમાં 3 કરોડ 24 લાખ 77 હજાર રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે.
વિકાસ લાકરા નામના એક ગ્રામીણે ફરિયાદ નોંધાવી હતી કે મનોજ તામરાકર અને તેના પુત્રોએ સરકારી નોકરી અપાવવાના બહાને તેનું બેંક ખાતું ખોલાવ્યું હતું અને તેનો દુરુપયોગ કર્યો હતો. કેસની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે આ ટોળકી મહાદેવ સત્તા એપના સહયોગથી નિર્દોષ ગ્રામજનોના બેંક ખાતાનો દુરુપયોગ કરી રહી છે. પોલીસની આ મોટી કાર્યવાહીમાં અધિક પોલીસ અધિક્ષક અનિલ સોની દ્વારા કેસ પર સતત નજર રાખવામાં આવી હતી. એસડીઓપી વિનોદ માંડવીના નેતૃત્વમાં પોલીસ ટીમે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી.
ઇડીએ મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી મામલે 417 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત અને ફ્રીઝ કરી છે. અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે દુબઇથી સંચાલિત આ કંપની નવા લોકોને જોડવા અને તેમની ઓળખ પત્ર બનાવવા તથા અનેક બેનામી બેંક ખાતા થકી મની લોન્ડ્રિંગ કરવા માટે ઓનલાઇન સટ્ટાબાજી એપ્લિકશનનો ઉપયોગ કરતા હતા.
આ પણ વાંચોઃ