શોધખોળ કરો

'પોલીસ મુર્દાબાદ'ના નારા સાથે સાંતલપુર હાઇવે પર ટ્રક ચાલકોનું ચક્કાજામ, પોલીસ હેરાન કરતી હોવાના લગાવ્યા આરોપો

પાટણ જિલ્લા ટ્રક ડ્રાઇવરો દ્વારા હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે, વહેલી સવારથી જ હાઇવે બ્લૉક થઇ જતાં રૉડ પર વાહનોની લાંબી લાંબી કતારો લાગી છે

Patan News: પાટણમાં હાઇવે પર ટ્રક ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઇવરોનો આરોપ છે કે, પાટણના સાંતલપુર હાઇવે પર પીપરાળા ચેક પૉસ્ટ પર પોલીસ ટ્રક ડ્રાઇવરોને ખોટી રીતે ખુબ હેરાન પરેશાન કરી રહી છે, આજે કરાયેલા ચક્કાજામ દરમિયાન એક એક ટ્રક ડ્રાઇવરે પોતાની જાત પર ડીઝલ છાંટીને આત્મવિલોપનનો પણ પ્રયાસ કર્યો હતો, જોકે, સાથી ટ્રક ડ્રાઇવરોએ તેને આમ કરતાં રોકી લીધો હતો. 

પોલીસ મુર્દાબાદ'ના નારા સાથે સાંતલપુર હાઇવે પર ટ્રક ચાલકોનું ચક્કાજામ, પોલીસ હેરાન કરતી હોવાના લગાવ્યા આરોપો

મળતી માહિતી પ્રમાણે, પાટણ જિલ્લા ટ્રક ડ્રાઇવરો દ્વારા હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે, વહેલી સવારથી જ હાઇવે બ્લૉક થઇ જતાં રૉડ પર વાહનોની લાંબી લાંબી કતારો લાગી છે. જિલ્લાના સાંતલપુર હાઇવે પર ટ્રક ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે, તેમનો આરોપ છે કે, પીપરાળા ચેકપૉસ્ટ નજીક અને ખાસ કરીને સાંતલપુર પોલીસ તેમને વારંવાર ખોટી રીતે હેરાન પરેશાન કરી રહી છે, ચેકપૉસ્ટ નજીક ટ્રક ડ્રાઇવરોએ પોલીસ મુર્દાબાદના સુત્રોચ્ચાર કરીને હોબાળો પણ મચાવ્યો હતો. હાલમા ટ્રક ડ્રાઇવરોના જોરદાર વિરોધના કારણે નેશનલ હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન એક ટ્રક ચાલકે પોતાના પર ડીઝલ છાંટીને આપઘાત કરવા પણ પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક પોલિસકર્મી અને ત્યાં હાજર રહેલ લોકોએ ટ્રક ચાલકને આમ કરતાં રોકી લીધો હતો.

નકલી ટોલનાકામાં પુત્રનું નામ આવતા ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

મોરબીના વાંકાનેર પાસે નકલી ટોલનાકાનો પર્દાફાશ થતા પાંચ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં અમરશી પટેલ પણ સામે છે. અમરશી સીદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામભાઈ પટેલના પુત્ર છે. પુત્ર અમરશીને આરોપી બનાવતા જેરામ પટેલે સ્પષ્ટતા કરી છે. પુત્રએ ફેક્ટરી ભાડે આપ્યાની જેરામ પટેલની સ્પષ્ટતા છે. તેમનું કહેવું છે કે ભાડુઆત શુ કરે તે ખબર નથી. ભાડાચીઠ્ઠી પણ પોલીસને આપી દેવાઈ છે. સાથે જ તેમણે કહ્યું કે આજે હું પોલીસ સમક્ષ જવાનો છું અને અમારી રજૂઆત તેમની સમક્ષ મુકીશ. હકીકતમાં અમરશીભાઈનું વ્હાઈટ હાઉસમાં કોઈ ભાગીદારી નથી અને કોઈ પદ પર પણ નથી. વાંકનેર નજીક દોઢ વર્ષથી ધમધમતા આ ફેક ટોલ બૂથમાં દરરોજની 1 લાખની કમાણી થતી હોવાની સાથએ અન્ય પણ ચોંકાવનારા તથ્યો સામે આવ્યં છે. આ સમગ્ર કૌભાંડમાં વાંકાનેર તાલુકા ભાજપના અગ્રણીની સંડોવણી પણ  બહાર આવી છે. પોલીસ ફરિયાદમાં ધર્મેદ્રસિંહ ઝાલા ભાજપના અગ્રણી અને વઘાસિયા ગામના વર્તમાન સરપંચ ધર્મેદ્રસિંહ ઝાલા પણ આરોપી હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કૌભાંડમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સ સામે  ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનામાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનિય છે કે અહીં  વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી ઘણા સમયથી બંધ હતી. પાંચમાંથી પૈકી આરોપી અમરશી પટેલે કુલ કલેકશન ના 70 ટકા રૂપિયા લેતો હતો. બાકી રૂપિયા 30 ટકામાં વનરાજસિંહ ઝાલા,હરવિજયસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા લેતા હતા.દરરોજના અંદાજીત 300 થી 400 ટ્રક નીકળતા હતા. એક વાહન પાસેથી 200 રૂપિયા વસુલ કરતા હતા. આ ફેક ટોલ બૂથમાં  ટેમ્પાના 100, મોટા ટ્રકના 200  અને ફોર વ્હીલના 50 લેવાતા હતા.જ્યારે કારચાલકો પાસેથી 50 રૂપિયાની વસૂલી કરતા હતા.આ ફેક ટોલ બૂથમાં દરરોજની અંદાજીત એક લાખની આવક થતી હતી.

શું છે સમગ્ર મામલો

મોરબીના વાંકાનેર નજીક ખૂબ જ ચૌંકાવી દેતી ઘટના સામે આવી છે, અહીં  નકલી ટોલનાકાનો પર્દાફાશ થતાં  ઉઘાડી લૂંટની ઘટનાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે.મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે  સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવીને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. દોઢ વર્ષથી ચાલતું આ સમગ્ર ગોરખધંધો ત્યારે ઉજાગર થયું જ્યારે   આ મુદ્દે એક વીડિયો વાયરલ થયો.  આપને જણાવી દઇએ કે, છેલ્લા દોઢ વર્ષથી ધમધમતા   આ નકલી ટોલ નાકામાં ટેમ્પાના 100, મોટા ટ્રકના 200  અને ફોર વ્હીલના 50 લેવાતા હતા. રવિ નામનો કોઈ શખ્સ આ  ટોલનાકું ચલાવતો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. દોઢ વર્ષથી ચાલતા આ ફર્જીવાડાને લઇને અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. આ નકલી ટોલનાકા માટે કોને તેને પરવાનો આપ્યો. આ મુદ્દે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ  મૌન ધારણ કર્યું છે. હાઈવે ઓથોરિટી, જિલ્લા અને પોલીસ પ્રશાસનના આંખ આડા કાન કરીને ચાલતા આ ટોલનાકાને લઇને તંત્ર અને સિસ્ટમ પર સવાલ થવા સ્વાભાવિક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો, બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
Embed widget