શોધખોળ કરો

ઉકળાટમાંથી લોકોને મળી રાહત, રાજ્યમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં વરસાદ શરૂ

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે જ્યારે ઉમરગામમાં મધરાત બાદ ભારે વરસાદ પડ્યો હતો. વાપીમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Gujarat Rain: ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થસા ભારે ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.  સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે દિવસભર વાદળછાયું વાતાવરણ હતું. દિવસે જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. રાત્રે વાપી અને દમણમાં પણ વરસાદ પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે જ્યારે ઉમરગામમાં મધરાત બાદ ભારે વરસાદ પડ્યો હતો. વાપીમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.

જિલ્લા માં નોંધાયેલ વરસાદ

ઉમરગામ -5.63 ઇંચ
વાપી- 1.5 ઇંચ
કપરાડા - 1 ઇંચ
પારડી- 0.5 ઇંચ
વલસાડ - 0.4 ઇંચ

સુરતમાં વરસાદ

ચોમાસામા આગમન સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારમાં આજે સવારથી વરસાદ શરુ થયો છે. શહેરના વેસુ, પીપલોદ, ઉમરા, યુનિવર્સિટી રોડ, ડુમસ રોડ, ઉધના, પાંડેસરા, પાલ અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદ વહેલી સવારથી વરસાદ શરુ થયો છે.

રાજકોટમાં વરસાદ

રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ શરુ થયો છે. આજે સવારથી જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરુઆતમાં જ સારો વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અત્યારે પડતા વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબિન સહિતના પાકને ફાયદો થશે.

મુંબઈ, દિલ્લીમાં એક સાથે ચોમાસાની દસ્તક

દેશભરમાં પ્રિ મોન્સૂન અને ચોમાસાના કારણે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈ, દિલ્લી, યૂપીથી લઈને બિહાર સુધી તો આ તરફ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે દિલ્લી અને મુંબઈમાં 62 વર્ષ બાદ એક સાથે ચોમાસાનું આગમન થયું છે. કેટલાક રાજ્યમાં આગામી બે ત્રણ દિવસમાં ચોમાસું દસ્તક દેશે.  કેરલ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, છતીસગઢ સહિતના રાજ્યમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. હિમાચલમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વરસાદથી કેટલાક વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. પીવાના પાણીની યોજના અને વીજળી સેવાને પણ અસર થઈ છે. તો મંડીમાં તો મૂશળધાર વરસાદ વરસ્યો છે. જેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે હજુ પણ એક સપ્તાહ સુધી ભારે વરસાદ વરસવાનું અનુમાન છે. સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

ઉત્તરાખંડમાં 4 દિવસ ભારે પવન અને વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ 29 જૂને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દહેરાદૂન, ઉત્તરકાશી, નીતાલ, ટીહરી, બાગેશ્વર અને પિથૌરગઢમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. બિહાર, ઓડિશા, અસર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધપ્રદેશ, કેરળ સહિતના રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે.

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget