(Source: ECI/ABP News/ABP Majha)
ધોલેરા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટને કેંદ્ર સરકારની મંજૂરી, કેંદ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શું કરી જાહેરાત, જાણો
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતના ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને મંજૂરી આપી છે.
ગુજરાતના ધોલેરામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ(Greenfield Airport in Dholera)ના વિકાસ માટે કેંદ્ર સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (anurag thakur)આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતના ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને મંજૂરી આપી છે. વધુમાં તેમણે કહ્યું, એરપોર્ટની માલિકી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારની હશે. કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) એ આજે ગુજરાતમાં ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે એરપોર્ટ જે હાઇવે ઝડપી પરિવહન વ્યવસ્થા અને રેલવે દ્વારા જોડાયેલું હશે. તેની માલિકી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારની રહેશે.
2007માં ધોલેરા ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 2012માં રાજ્ય સરકાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલોપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેન્સન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિ.ની સ્થાપના પણ કરાઇ હતી.
ધોલેરા ઈન્ટરનેશનલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાનો 51 ટકા, ગુજરાત સરકારનો 33 ટકા અને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઈમ્પ્લીમેન્ટશન ટ્રસ્ટની 16 ટકા જવાબદારી રહેશે. તેમણે એવું પણ કહ્યું કે 2025-26થી ધોલેરાનું ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ચાલુ થશે.
અનુરાગ ઠાકુરે એવું જણાવ્યું કે ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું બાંધકામ 48 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ગ્રીનફિલ્ડ એેરપોર્ટમાં મુસાફરોની સુવિધા તેમજ કાર્ગો સુવિધા પ્રદાન કરાશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે એરપોર્ટ જે હાઇવે ઝડપી પરિવહન વ્યવસ્થા અને રેલવે દ્વારા જોડાયેલું હશે. તેની માલિકી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારની રહેશે.
ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 1427 હેક્ટર જમીનની ફાળવણી કરી છે અને 75 હેક્ટર જમીન સરકારને વેપારી વિકાસ માટે ફાળવવામાં આવી છે. તેમજ અન્ય તમામ સંબંધિત સેવાઓ સરકાર દ્વારા વિજળી, પાણી, પૂર નિયંત્રણ અને રસ્તાઓ જેવી વિકસિત કરવામાં આવશે.