શોધખોળ કરો

PM Kisan: આજે ગુજરાતના 51 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થશે

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી 25 ડિસેમ્બરે બપોરે 12 કલાકે મોદી સરકારની કૃષિલક્ષી યોજનાઓ, કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે.

25 ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી 25 ડિસેમ્બરે બપોરે 12 કલાકે મોદી સરકારની કૃષિલક્ષી યોજનાઓ, કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે. જેનું સીધું પ્રસારણ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થશે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સુધી પહોંચવા માટે ભાજપે દેશભરમાં આયોજન કર્યું છે. તો દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 હજાર કરોડ રૂપિયા પણ જમા થશે. ગુજરાતના અંદાજે 51.34 લાખ ખેડૂતોને 2 હજાર રૂપિયા મળવાની ધારણા છે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ જમાવ્યું કે, કુલ મળીને 1020 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોના ખાતામાં જમા થશે. ત્રમ સરખા હપ્તામાં આપવામાં આવે છે રકમ જણાવીએ કે, પીએમ કિસાન યોજના અંતર્ગત દેશભરના તમામ રજિસ્ટર્ડ ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં 6000 રૂપિયા પ્રતિ વર્ષ મદદ કરવામાં આવે છે. પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે આવે છે. બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ વખતે 25 ડિસેમ્બરે પીએમ ડિસેમ્બર અને માર્ચના ક્વાર્ટર માટે ચાલુ નાણાંકીય વર્ષનો અંતિમ હપ્તો જમા કરશે. નોંધનીય છે કે, 25 ડિસેમ્બરે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જયંતી પણ છે. આ અવસર પર પીએમ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધિત પણ કરશે. આ રીતે કરો બેલેન્સ ચેક જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓમાંથી એક છો તો તમે આ સ્ટેપ્સને ફોલો કરી રૂપિયા ટ્રાન્સફર થવા પર પોતાનું બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે સૌથી પહેલા pmkisan.gov.inની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાર બાદ હોમપેજ પર Kisan Corner પર ક્લિક કરો, હવે તમારા સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. આમ કરવાથી નવું પેજ ખુલી જશે. અહીં તમારે તમારો ખાતા નંબર, આધાર નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે. ત્યાર બાદ Get Report પર ક્લિક કરો. અહીં તમને તમારા બેલેન્સ સંબંધિત તમામ જાણકારી મળી જશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget