Azadi Ka Amrut Mahotsav LIVE: પીએમ મોદીએ દાંડી યાત્રાનો કરાવ્યો પ્રારંભ, માતા હિરાબાને મળવા જાય તેવી શક્યતા
PM Modi Azadi Ka Amrut Mahotsav LIVE Updates: દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે.
LIVE
Background
PM Modi Azadi Ka Amrut Mahotsav LIVE Updates: દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે.
માતા હિરાબાને મળી શકે છે પીએમ મોદી
પીએમ મોદીએ ગાંધી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી દીધો છે, હવે સુત્રો તરફથી માહિતી મળી રહી છે કે પીએમ ગુજરાતના આ પ્રવાસ દરમિયાન પણ ફરી એકવાર માતા હિરાબાના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે.
પીએમ મોદીએ દાંડી યાત્રાને આપી લીલીઝંડી
દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે. પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી 21 દિવસ સુધી ચાલનારી દાંડી યાત્રાને લીલીઝંડી આપી છે. ભારતની સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં જ રહેતા હતા. આ પ્રસંગે પીએમ આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
મહાત્મા ગાંધીએ કરી હતી દાંડી માર્ચ
મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 1930માં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી દાંડી માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચ બ્રિટિશ સરકારના મીઠાના એકાધિકારના વિરોધમાં અહિંસક પ્રદર્શન હતુ.
બાપુએ મીઠા માટે આંદોલન કર્યુઃ પીએમ મોદી
અમૃત મહોત્સવમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે- આઝાદીના 75 વર્ષ પહેલાનું અમૃત નવી પેઢીને મળશે, આ અદભુત સંયોગ છે જેવો સંયોગ દાંડિયાત્રાના સમયે બન્યો હતો, ભારતના લોકોને ઇંગ્લેન્ડથી આવતા મીઠા ઉપર નિર્ભર રહેવું પડતું હતુ. ગાંધીજીએ આ દર્દ સમજ્યું અને લોકો સાથે ભેગા મળીને આંદોલન ચલાવ્યુ, જે દરેક ભારતીયોનું સંકલ્પ બની ગયું. 1857નો સ્વતંત્ર સંગ્રામ યાદગાર રહેશે. જેમાં લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોએ નારો આપ્યો હતો.
દેશનુ ભવિષ્ય ઉજ્જવણ, વારસો અને ઇતિહાસ સમૃદ્ધઃ પીએ મોદી
પીએમ મોદીએ કહ્યું જે પ્રેઝન્ટેશનમાં મુકાયું તેમાં અમૃત મહોત્સવના પાંચ પરિબળો ઉપર ભાર મુકાયો, આગળ વધવાની પ્રેરણા મળી રહી છે, ચરખા અભિયાન અને આત્મનિર્ભર ચીજો પણ લોન્ચ કરી છે. દેશનું ગૌરવ ત્યારે જ જાગૃત રહે જ્યારે તે પોતાના સ્વાભિમાન આગામી પેઢીને શીખવે. કોઈ રાજ્યનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ થાય જ્યારે તે વારસાના ગૌરવથી જોડાયેલું રહે. ભારત પાસે ગર્વ કરવા અથાગ ભંડાર છે, અને સમૃદ્ધ ઇતિહાસ છે.