PM મોદીએ ગીતા રબારીએ ગાયેલા આ રામ ભજનને ગણાવ્યું ભાવ વિભોર કરનારૂં, એક્સ પર પોસ્ટ કરી લખ્યું....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગીતા રબારીએ ગાયેલું ભગવાન રામનું ભજન સોશલ મીડિયા પર કર્યું શેર.. 'શ્રી રામ ઘર આયે..' ભજન શરે કરી લખ્યું, રામજીના સ્વાગત માટેનું ગીતા રબારીનું ભજન ભાવ વિભોર કરનારું.
500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરમાં ભગવાન રામની સ્થાપના થવા જઈ રહી છે. આખો દેશ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ઉત્સાહિત છે. દેશ રામમય બની ગયો છે, સોશિયલ મીડિયા પણ આ અવસરે રામમય બની ગયું છે. પીએમ મોદીએ આ અવસરે ગીતા રબારીએ ગાયેલું રામનું ભજન સોશિયલ મીડિયામાં શેર કર્યું છે અને ભજનની પ્રશંસા કરતા લખ્યું કે, ગીતા રબારીએ ગાયેલું આ ભજન રામમય બનાવીને ભાવવિભાર કરનાર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગીતા રબારીએ ગાયેલું ભગવાન રામનું ભજન સોશલ મીડિયા પર કર્યું શેર.. 'શ્રી રામ ઘર આયે..' ભજન શરે કરી લખ્યું, રામજીના સ્વાગત માટેનું ગીતા રબારીનું ભજન ભાવ વિભોર કરનારું. અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિરમાં રામ લલાના આગમનનો ઈંતજાર થવાનો છે ખતમ. ઉલ્લેખનિય છે કે, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે અને 500 વર્ષના લાંબા ઇંતેજાર અને સંઘર્ષ બાદ રામલ્લા તેમના સિંહાસન પર બિરાજશે. જેને લઇને દેશભરમાં અનેરો ઉત્સાહ છે.
अयोध्या में प्रभु श्री राम के दिव्य-भव्य मंदिर में राम लला के आगमन का इंतजार खत्म होने वाला है। देशभर के मेरे परिवारजनों को उनकी प्राण-प्रतिष्ठा की बेसब्री से प्रतीक्षा है। उनके स्वागत में गीताबेन रबारी जी का ये भजन भावविभोर करने वाला है। #ShriRamBhajanhttps://t.co/ctWYhcPM4h
— Narendra Modi (@narendramodi) January 7, 2024
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયિકા સ્વાતિ મિશ્રાએ ગાયેલું ભજન 'રામ આયેંગે તો અંગના સજ્જાઉગી' સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. ઉત્તરાખંડમાં પણ આ ભજન સર્વત્ર લોકપ્રિય થઈ રહ્યું છે. ઉત્તરાખંડ સચિવાલયમાં, સીએમ પુષ્કર સિંહ ધામીએ બેઠકની શરૂઆત પહેલા અધિકારીઓ સાથે આ રામ ભજન સાંભળ્યું.
ઉલ્લેખનીય છે કે, જે ઉત્સાહ સાથે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે તે જ ઉત્સાહ ઉત્તરાખંડમાં પણ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ સૂચના જારી કરી છે કે ઉત્તરાયણી પર આયોજિત કાર્યક્રમો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની થીમ પર આયોજિત કરવામાં આવે. સીએમ ધામીએ સામાન્ય જનતાને આ સમયગાળા દરમિયાન દીપોત્સવની સાથે અન્ય કાર્યક્રમોનું આયોજન કરવાની પણ અપીલ કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે દીપોત્સવની ઉજવણી સાથે કલશ યાત્રા અને રામ કથાનું પણ આયોજન કરવામાં આવે. આ સાથે મુખ્ય નદીઓના ઘાટો પર પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવું જોઈએ.