શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદી ફરી ગુજરાત આવશે, આ વિસ્તારમાં નવા રેલવે સ્ટેશનનું કરી શકે છે લોકાર્પણ
પીએમ મોદી અટલ સરોવરની નજીક તા-1-1-2021ના રોજ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ-ભૂમી પૂજન અને લોકાર્પણ કરશે, આ પ્રોજકેટ પણ ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે.
પીએમ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. 12 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. સરદાર ધામના આયોજીત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજર રહી શકે છે. પીએમના સંભવિત ગુજરાત પ્રવાસ દરમિયાન કેવડિયાના નવનિર્મિત રેલવે સ્ટેશન, ગાંધીનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરી શકે છે. રેલવે સ્ટેશન ઉપરાંત અન્ય ત્રણથી ચાર પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરે તેવી શક્યતા છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટિ સુધી પ્રવાસીઓને પહોંચવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા કેવડિયા ખાતે નવા રેલવે સ્ટેશનનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.
હાલમાં કેવડિયા રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થવાના આરે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકાર્પણને લઇને તૈયારીઓ ચાલી રહી છે.
પીએમ મોદી અટલ સરોવરની નજીક તા-1-1-2021ના રોજ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ-ભૂમી પૂજન અને લોકાર્પણ કરશે, આ પ્રોજકેટ પણ ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે. જેમાં મહાનગરપાલીકા દ્વારા અંદાજીત 1344 આવાસનું નિર્માણ પણ થવાનું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશ માંથી માત્ર 6 શહેરો પર પસંદગી ઉતારવામાં આવી છે. જેમાં સીએમના હોમટાઉન રાજકોટ શહેર પર પસંદગી ઉતારવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion