Gujarat Election 2022: PM મોદી ફરી આવશે ગુજરાત, આ જિલ્લામાં ગજવશે સભા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ સહિતની પાર્ટીએ પ્રચંડ પ્રચાર માટે દિગ્ગજોને મદાને ઉતાર્યો છે.
Gujarat Election 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ સહિતની પાર્ટીએ પ્રચંડ પ્રચાર માટે દિગ્ગજોને મદાને ઉતાર્યો છે.
PM મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે. તેઓ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 6થી વધુ સભાને સંબોધિત કરશે. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ કરશે. 27 તારીખે સાંજે સભા સંબોધ્યા બાદ રાત્રી રોકાણ.
બીજા દિવસે બપોર સુધી રોકાણ બાદ રવાના થશે.પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં સભા યોજશે.રાત્રી રોકાણ દરમ્યાન સુરતની સ્થિતિનો ચિતાર મેળવશે.વડાપ્રધાનની સભા પહેલા રોડ શો કરવા અંગે પણ વિચારણા ચાલુ રહી છે.
PM મોદીનો 27 અને 28નો શું ગુજરાતમાં કાર્યક્રમ
પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. 27 અને 28 નવેમ્બરે ફરી તેઓ ગુજરાતમાં પ્રચંડ પ્રચારમાં લાગી જશે. આ સમય દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કરશે પ્રચાર કરશે. વડાપ્રધાન 6થી વધુ સભાને સંબોધન કરશે. સુરત PM મોદી પાટીદારોના ગઢમાં સભા ગજવશે.સુરતમાં ભાજપના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબ્રામામાં સભા કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો બાદ પાટીદાર ગઢમાં રાજકીય સભા સંબોધશે,ઉત્તર, કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ બેઠક માટે સંયુક્ત જનસભા યોજાશે
Gujarat Election 2022: આમ આદમી પાર્ટીનું ગુજરાત મિશન, ત્રણ દિવસ 3 જિલ્લામાં ગજવશે સભા
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાતાં આ મુકાબલો વધુ રસપ્રદ બની રહ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ જ સક્રિયતાથી ચૂંટણીમાં ભાગ લઇ રહી છે. પહેલી વખત ત્રીજો મોરચો વિધાનસભાની બધી જ બેઠક પર ભાજપને ટક્કર આપવા માટે ચૂંટણી લડી રહી છે.
ભાજપના દિગ્ગ્જોની સામે આમ આદમી પાર્ટીએ પણ સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યાં છે. ગુજરાતના ભાજપના ગઢને જીતવા માટે આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભગવંત માને ગઇ કાલે રાજપીપળામાં હતા આગામી ત્રણ દિવસ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.
ત્રણ દિવસ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતના ભાવનગર , જામનગર, સુરત ની મુલાકાતે છે. તેઓ 26 નવેમ્બર ના રોજ ભાવનગર રોડ શો યોજશે. 27 નવેમ્બરના રોજ જામનગર રોડ શો યોજશે.તો 28 નવેમ્બરે તેઓ સુરતમાં જનસભા યોજશે.