શોધખોળ કરો

Gujarat Election: અમરેલીની ચૂંટણી અહીંયા બેઠેલા લોકોના હાથમાં, PM મોદીએ ધાનાણીના ગઢમાં સભા ગજવી

Gujarat Assembly Election 2022: પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે પોતાની પહેલી પ્રચાર સભા સોમનાથથી શરૂ કરીને તેઓએ સોમનાથ મહાદેવ તેમજ જનતા જનાર્દનના આશીર્વાદ મેળવ્યા હતા.

Gujarat Assembly Election 2022: પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે પોતાની પહેલી પ્રચાર સભા સોમનાથથી શરૂ કરીને તેઓએ સોમનાથ મહાદેવ તેમજ જનતા જનાર્દનના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ તેમણે ધોરાજી અને હવે અમરેલીમાં સભા ગજવી હતી.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમરેલી ખાતે ભાજપના વિજય સંકલ્પમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા સહિતના આગેવાનો સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા.

આ સભામાં અમરેલી જિલ્લાની પાંચ બેઠકોના ઉમેદવારો પણ ઉપસ્થિત. રહ્યા હતા. કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જનમેદની ઉમટી પડી હતી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, અમરેલીએ કમાલ કરી દીધી છે. અમરેલીની ચૂંટણી અહીંયા બેઠેલા લોકોના હાથમાં છે. ગયા 20 વર્ષમાં અહીંયા પ્રગતિ થઈ છે. પીપાવાવ પોર્ટ જાગતું થયું છે.

અમરેલી આવું એટલે એમ લાગે કે, જાણે ઘરે આવ્યો છું: PM મોદી

ગુજરાતમાં કૃષિ વિકાસ દર જે માઇનસમાં હતો એ આપણી મહેનતનું પરિણામ આવ્યું કે, આજે ડબલ ડિજિટમાં ગુજરાતનો કૃષિ વિકાસ દર થયો.  PM કિસાન સમ્માનનિધિ પાછળ દેશમાં સવા બે લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ ખેડૂતોના ખાતામાં જમા છે.

અમરેલી જિલ્લો સમુદ્રી વ્યાપારની અંદર ધમધમતું કેન્દ્ર બનશેઃ પીએમ મોદી

અમરેલી જિલ્લો સમુદ્રી વ્યાપારની અંદર ધમધમતું કેન્દ્ર બનવાનું છે જે ઈતિહાસમાં એક નવું પ્રકરણ તરીકે ઉમેરાશે એનો વિશ્વાસ તમે કરજો. પીપાવાવ પોર્ટ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર બન્યું છે. અમરેલીએ ઉદ્યોગમાં નવી છબી બનાવી છે. ગયા વીસ વર્ષમાં અહીંયાં જે પ્રગતિ થઈ છે એની જે સિદ્ધિઓના આંકડા છે, અહીંના જીવનમાં જે બદલાવ આવ્યો છે એના કારણે તમે વિકાસ બોલો એટલે ગુજરાત દેખાય અને ગુજરાત બોલો એટલે વિકાસ દેખાય. વેરાવળ, ધોરાજી બાજ પીએમ મોદી અમરેલી પહોંચ્યા. જયાં તેમણે કહ્યું અમરેલી આવું એટલે એમ લાગે કે, જાણે ઘરે આવ્યો છું. જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી હતા કે જે અમરેલીના હતા પણ આ મોદી એવો મુખ્યમંત્રી હતો કે અમરેલી જેનું હતું..

 લોકશાહી માટે એક એક મત મહત્વનો

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે લોકશાહી માટે એક એક મત મહત્વનો છે દેશમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે લોકશાહી ટકાવવા માટે ખૂબ મહત્વનો છે. જરૂરી નથી કે બધા મત કમળને જ આપે પરંતુ મતદાન કરે તે અનિવાર્ય છે. ઘણા પોલિટિકલ એનાલિસિસ મીડિયા તમામ કહી રહ્યા છે કે ભાજપની સરકાર ગુજરાતમાં બની રહી છે ત્યારે પ્રધાનમંત્રી પોતે શા માટે પ્રચારમાં છે તેના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભલે મને ખ્યાલ છે કે અમે જીતવાના છીએ પરંતુ આપના સુધી પહોંચવું આપના આશીર્વાદ લેવા અને પોતાના કામનું સર્વે જનતા સમક્ષ પ્રસ્તુત કરવું એ મારી ફરજ છે. એટલા માટે હું ચૂંટણી પ્રચારમાં આવી રહ્યો છું. આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે દેશ ઉજવી રહ્યો છે ત્યારે આવતા 25 વર્ષ એ શતક લગાવીને ગતિમાન વિકાસ સાથે ઉજવવાના છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget