શોધખોળ કરો

PM Modi birthday: ભારતના ત્રણ વખતના PM, ચાર વખત ગુજરાતના CM રહ્યા, જાણો PM મોદીની રાજકીય સફર

PM Modi birthday: દર વર્ષે નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવે છે. પીએમ મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે.

PM Modi birthday:  આજે સમગ્ર વિશ્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી વાકેફ છે. દર વર્ષે નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવે છે. PM નરેન્દ્ર મોદી આજે 74 વર્ષના થયા છે. બાળપણથી જ તેમનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. તેમ છતાં તેમણે ક્યારેય હાર ન માની. શરૂઆતના દિવસોમાં તેઓ એક સામાન્ય સંઘ કાર્યકર તરીકે કામ કરતા હતા. આ પછી જ્યારથી તેઓ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી લઈને આજ સુધી પીએમ મોદીએ પોતાના રાજકીય જીવનમાં પાછું વળીને જોયું નથી. પીએમ મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. આવી સ્થિતિમાં આજે તેમના જન્મદિવસના અવસર પર અમે પીએમ મોદીના રાજકીય જીવન અને સફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આરએસએસ સાથે જૂનો સંબંધ

પીએમ નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ઘણો જૂનો સંબંધ છે. વર્ષ 1958માં પીએમ નરેન્દ્ર મોદીને ગુજરાત પ્રાંતના પ્રચારક લક્ષ્મણ રાવ ઇનામદારે તેમને બાળ સ્વયંસેવકના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારથી પીએમ મોદી સંઘમાં વ્યસ્ત છે અને સંઘના સક્રિય સભ્ય બન્યા છે. કહેવાય છે કે આ એ સમય હતો જ્યારે પીએમ મોદીને સ્કૂટર ચલાવતા પણ આવડતું ન હતું. આ જ કારણ હતું કે તેઓ બીજેપી નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે ફરતા હતા.

ભાજપમાં પ્રવેશ અને રાજકારણની શરૂઆત

વર્ષ 1985માં પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં ભાજપનું સભ્યપદ લીધું હતું. પીએમ મોદી પાર્ટીના સક્રિય કાર્યકર બની ગયા અને ટૂંક સમયમાં જ તેમને ભાજપમાં ઘણી મોટી જવાબદારીઓ મળવા લાગી. વર્ષ 1988-89માં મોદીને ગુજરાત ભાજપના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી વર્ષ 1995માં પીએ મોદીને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા.

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા

હવે વર્ષ 2001 આવે છે. આ સમયે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે તબાહી મચી હતી. આ પછી તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી નરેન્દ્ર મોદીને ગુજરાતની કમાન સંભાળવા દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા. આ રીતે તેઓ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ પછી તેણે એક પછી એક સારા કામ કર્યા. પરિણામ એ આવ્યું કે ગુજરાતની જનતાએ તેમને 2001 થી 2014 સુધી 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા હતા.

લોકસભાની ચૂંટણી અને મોદી વડાપ્રધાન બન્યા

વર્ષ 2014માં જનતા યુપીએ સરકાર સામે વિકલ્પ શોધી રહી હતી. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની હતી. આવી સ્થિતિમાં એનડીએ તરફથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં એનડીએ પ્રચંડ બહુમતી સાથે જીત્યું અને નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા. આ પછી વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં એનડીએએ ફરી એક વાર જંગી જીત હાંસલ કરી હતી ત્યારબાદ પીએમ મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન સરકારની રચના થઈ હતી. 2024માં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા.

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Canara Bank Recruitment 2024: કેનરા બેન્કમાં બહાર પડી ભરતી, 3000 પદો માટે આ તારીખથી કરી શકશો અરજી
Canara Bank Recruitment 2024: કેનરા બેન્કમાં બહાર પડી ભરતી, 3000 પદો માટે આ તારીખથી કરી શકશો અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari Accident case | ફોનમાં વાત કરતા કરતા બે યુવક આવી ગયા ટ્રેનની અડફેટે, બન્નેના મોતHun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?Hun To Bolish | હું તો બોલીશ | દેશમાં ચૂંટણીઓ એક સાથે, ફાયદો કોને? નુકસાન કોને?BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Canara Bank Recruitment 2024: કેનરા બેન્કમાં બહાર પડી ભરતી, 3000 પદો માટે આ તારીખથી કરી શકશો અરજી
Canara Bank Recruitment 2024: કેનરા બેન્કમાં બહાર પડી ભરતી, 3000 પદો માટે આ તારીખથી કરી શકશો અરજી
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
પેલેસ્ટાઇન પર UNGAમાં ઇઝરાયલ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત મતદાનથી રહ્યું દૂર
પેલેસ્ટાઇન પર UNGAમાં ઇઝરાયલ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત મતદાનથી રહ્યું દૂર
Afghanistan vs South Africa: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, સાઉથ આફ્રિકાને વન-ડેમાં પ્રથમવાર હરાવ્યું
Afghanistan vs South Africa: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, સાઉથ આફ્રિકાને વન-ડેમાં પ્રથમવાર હરાવ્યું
Embed widget