શોધખોળ કરો

PM Modi Mother Health Update: PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ

પ્રધાનમંત્રી મોદી ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને મળવા અને આશીર્વાદ લેવા જતાં હોય છે.

PM Modi Mother Health Update: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને મળવા અને આશીર્વાદ લેવા જતાં હોય છે. 

પીએમ મોદીના માતાની તબિયતને લઈને યુ.એન. મેહતા હોસ્પિટલે હેલ્થ બુલેટિન બહાર પાડ્યું છે. બુલેટિન અનુસાર પીએમ મોદીના માતાની તબિયત નાદુરસ્ત હોય ચેકઅપ માટે લવાયા છે અને હાલમાં હીરાબાની તબિયત સુધારા પર હોવાનું યુ.એન. મેહતાના મેડિકલ બુલેટિનમાં જણાવાવમાં આવ્યું છે. 

મળતી માહિતી મુજબ માતા હીરાબાના ખબરઅંતર પૂછવા માટે પીએમ મોદી અમદાવાદ આવી રહ્યા છે. પીએમ મોદી અમદાવાદ આવવાના હોવાથી અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 

PM મોદીની માતા હીરાબેને જૂન મહિનામાં તેમનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ તેમના પગ ધોઈને આશીર્વાદ લીધા હતા. તે જ સમયે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા પીએમ મોદીએ માતા હીરાબેન સાથે મુલાકાત કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ સૌથી પહેલા માતા પાસે પહોંચ્યા અને તેમના આશીર્વાદ લીધા. પીએમ મોદીએ તેમની માતા સાથે લગભગ 45 મિનિટ વિતાવી.

બીજી તરફ, આગલા દિવસે (27 ડિસેમ્બર) PM મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પ્રહલાદ મોદી અને તેમના પરિવારના સભ્યોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જે બાદ તેમને મૈસુરની જેએસએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કારમાં પ્રહલાદ સાથે તેનો પુત્ર મેહુલ અને બાળકો પણ હતા. તેમની કારને મૈસૂર નજીક બાંદીપુરામાં અકસ્માત થયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી જેના કારણે અકસ્માત થયો હતો.

નોંધનીય છે કે, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વધુ એક બેઠક યોજી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા ઋશિકેષ પટેલ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. 

મુખ્યમંત્રીની સૂચક બેઠક ને લઈ સત્તાવાર કોઈ માહિતી નથી અપાઈ. કેબિનેટ બેઠક બાદ સિનિયર મંત્રીઓ સાથે સીએમની સૂચક બેઠક યોજાઈ હતી. 

પ્રધાનમંત્રીના આગમન અંગે શહેર પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

પીએમના આગમન અગાઉ નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 

અમર્યાદિત સમય સુધી શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 

તાત્કાલિક અસરથી અમલ કરવા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget