શોધખોળ કરો
Advertisement
નવરાત્રિ 2020: જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે કોની લેવી પડશે મંજૂરી ? જાણો વિગત
જોકે, માતાજીની પૂજા-આરતી માટે મંજૂરી આપવામાં આવી છે. નવરાત્રિમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે.
ગાંધીનગર: રાજ્ય સરકાર ગુજરાતમાં નવરાત્રિમાં કોઈપણ પ્રકારના ગરબા રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, માતાજીની પૂજા-આરતી માટે મંજૂરી આપવામાં આવી છે. નવરાત્રિમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે. આગામી 17મી ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીમાં ગરબી સ્થાપન અને આરતી આયોજન માટે લેવાની પરવાનગીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે.
સ્થાનિક પોલીસ સ્ટેશનથી પરવાનગી લેવાની રહેશે. જે તે વિસ્તારને લગતા પોલીસ સ્ટેશનથી નવરાત્રીમાં આરતી માટેની પરવાનગી મળી શકશે. આ વર્ષે સરકારે કોરોનાના કારણે ગરબા રમવા પર પ્રતિબંધ મૂક્યો છે.
બુધવારે ગાંધીનગરમાં પ્રદિપસિંહ જાડેજાએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. નવરાત્રિમાં લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. તમામ મંદિરોમાં પૂજા-અર્ચના કરી શકાશે. તમામ મંદિરોમાં LED થકી દર્શન કરાવાશે. આ સાથે જ પ્રસાદ આપવાના નિર્ણયમાં પણ સુધારો કરાયો છે. મંદિરો બંધ પેકિંગમાં પ્રસાદ આપી શકાશે. અગાઉ પ્રસાદ નહીં વહેંચવા નિર્ણય લેવાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement