શોધખોળ કરો

પોરબંદરમાં બીડ ગાર્ડ હેતલ, તેના પતિ અને યુવકને કઈ રીતે ફસાવીને કરાઈ હત્યા? જાણો આખો ઘટનાક્રમ

આરોપીએ પહેલેથી જ પ્રીપ્લાન બનાવી મારણ જનાર ત્રણેય જણાને બરડા ડુંગરમાં બોલાવ્યા હતા.

પોરબંદરઃ બરડા ડુંગરમાં ગર્ભવતી મહિલા બીટ ગાર્ડ અને તેના પતિ સહિત ત્રણ લોકોના હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા અન્ય વનકર્મી લખમણ ઓડેદરા દ્વારા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. લખમણની હેતલ સોલંકી સાથેની ફ્રેન્ડશિપ હત્યાનું કારણ બની છે. આમ, છેલ્લા ચાર દિવસથી ચર્ચા જગનાર હત્યા પ્રકરણનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે આરોપીએ આખું ષડયંત્ર કઈ રીતે રચ્યું તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીએ પહેલેથી જ પ્રીપ્લાન બનાવી મારણ જનાર ત્રણેય જણાને બરડા ડુંગરમા ગેરકાયદેસર ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી તોડવા સારૂ બોલાવેલ અને હેતલબેન નીચે રોકાયા હતા. તેના પતિ, નાગાભાઇ તથા આરોપી લખમણ ત્રણેય જણા બરડા ડુંગરમા ઉપર ભઠ્ઠી ભાંગવા ગયા. દરમ્યાન આરોપીએ નાગાભાઇને અન્ય જગ્યાએ ભઠ્ઠી શોધવા મોકલેલ અને તે હેતલબેનના પતિ કીર્તિભાઇ સાથે થોડે દુર ચાલતા ભઠ્ઠી શોધવા ગયેલ. દરમ્યાન તકનો લાભ લઇ આરોપીએ પોતાની પાસે રાખેલ ગેડીયા વડે પહેલા હેતલબેનના પતિ કીર્તિભાઇને માથાના પાછળના ભાગે જોરથી ફટકા મારી મોત નિપજાવેલ. ત્યારબાદ નાગાભાઇ પાસે જઇ તેને પણ ગેડીયા વડે માથાના પાછળના ભાગે જોરથી ફટકા મારી તેનું પણ મોત નિપજાવેલ. આ પછી આરોપી ત્યાંથી નીચે જતો હતો ત્યાર સામેથી હેતલબેન ચાલીને આવતા હોય તેની પાસે જઇ હેતલબેનને પણ આરોપીએ તેની પાસે રહેલ ગેડીયા વડે માથાના ભાગે જોરથી ફટકા મારી તેનુ પણ મોત નિપજાવી ત્યાંથી તરુંત જ નિકળી ગયો હતો. મળતી વિગતો પ્રમાણે સાથી ફોરેસ્ટ ગાર્ડ લખમણ ઓડેદરાએ મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને રોજમદારની હત્યા કરી છે. લખમણે હેતલ સાથે પરાણે ફ્રેન્ડશિપ રાખવાના મનદુઃખને લઈને હત્યા કરી છે. શંકાને આધારે લખમણને પકડીને પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલાયો છે. આરોપીની વિગતવાર પૂછપરછ કરતા આ ટ્રિપલ મર્ડરનું કારણ જાણવા મળેલ કે, આરોપી લખમણ દેવશીભાઇ ઓડદેરા તથા હેતલબેન બન્નેનું અગાઉ ૨૦૧૭માં સાથે નોકરી કરતા હોય તે દરમ્યાન સંપર્કમાં આવલે અને આરોપી લખમણ ઓડદેરા તરફથી આ મિત્રતાને વધુ ગાઢ સંબધં બનાવવા માગંતો હોય જે બાબતની જાણ લખમણ ઓડદેરાની પત્ની મજુંબેનને થતા છેલ્લા બે વર્ષથી મજુંબેન અને આરોપી લખમણ ઓડદેરા વચ્ચે આ બાબતે અવાર-નવાર બોલા-ચાલી અને ઘરમાં કંકાસ થતો હતો. ઘણીવાર મજુંબેન અને હેતલબેન વચ્ચે પણ આ બાબતે બોલાચાલી થતી હતી.
છેલ્લા વીસેક દિવસ પહેલા પણ આ પ્રકારે આરોપીના પત્ની મજુંબેન તથા હેતલબેન વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલ. આ સમયે હેતલબેને આરોપીના પત્ની મજુંબેનને ધાકધમકી આપલે હોય જે વાત મજુંબેને તઓેના પતિને કરતા આ બાબતની દાજ રાખી આરોપીએ અગાઉથી હેતલબેન તથા તેના પતિ કીર્તિભાઇને મારી નાખવા સારૂ પ્રીપ્લાન કરેલ હોય જેથી આરોપીને પોતાને દારૂની ભઠ્ઠીની હકકકત છે તેવુ નાગાભાઇ દ્વારા હેતલબેને જણાવી મરણ જનાર ત્રણેય જણાને બરડા ડુંગરમા ગેરકાયદેસર ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ભાંગવા સારૂ સાથે લઇ જઇ, તકનો લાભ લઇ આ ક્રૃર-હત્યાને અંજામ આપેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલMorbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર
IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
Embed widget