પાટણમાં પાટીદાર સમાજના સમૂહલગ્નમાં પ્રી-વેડિંગ કરાવનારાં યુગલોને સ્થાન નહીં મળે
લગ્નમાં ખોટા ખર્ચ અટકાવવા માટે 42 લેઉવા પાટીઘર યુવા મંડળે આ નિર્ણય કર્યો છે.
Patan News: પાટણમાં પાટીદાર સમાજના સમૂહલગ્નમાં પ્રી-વેડિંગ કરાવનારાં યુગલોને સ્થાન નહીં આપવાનો નિર્ણય કર્યો છે. લગ્નમાં ખોટા ખર્ચ અટકાવવા માટે 42 લેઉવા પાટીઘર યુવા મંડળે આ નિર્ણય કર્યો છે. પાટણ બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળના નવીન કાર્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે સમૂહ લગ્ન માટે શુભ મુહૂર્ત જોવામાં આવ્યું હતું. જેમાં 17 નવેમ્બર 2024 ના રોજ સમૂહ લગ્ન યોજવાનું નક્કી કરાયું હતું. પરંતુ ખોટા ખર્ચાઓને તિલાંજલિ આપવા માટે પ્રી વેડિંગ કરાવનારા યુગલોને આ સમૂહ લગ્નમાં સ્થાન નહીં આપવાની જાહેરાત કરવામાં આવી છે.
માતા- પિતા વગરની દીકરીઓના સમૂહ કરવામાં આવશે. આજથી નવીન કાર્યાલયમાં સમૂહ લગ્નની નોંધણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બર 2024 સુધી નોંધણી કરાવી શકાશે. સમૂહ લગ્નમાં નવયુગલોને દાતાઓ 80 થી વઝુ ભેટ સોગાદો આપશે. લગ્ન નોંધણી સર્ટી, સમૂહ લગ્ન સાત ફેરા યોજના, કુંવરબાઈનું મામેરુ યોજાનાનો લાભ પણ અપાશે.