શોધખોળ કરો
Advertisement
બરડાનાં જંગલમાંથી રહસ્યમય હાલતમાં મળી પતિ-પત્ની અને અન્ય યુવકની લાશ, યુવતી હતી પ્રેગ્નેન્ટ
હેતલબેન ગર્ભવતી હતા અને તેમનો આઠમો મહિનો ચાલતો હોવાનું જાણવા મળ્યું છે.
પોરબંદરઃ આજે સવારે બરડાના જંગલ વિસ્તારમાંથી પતિ-પત્ની અને અન્ય એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ ત્રણેય લોકો બે દિવસથી ગુમ હતા, ત્યારે આજે તેમની લાશો મળી આવતાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, તેમના મોતનું કારણ અકબંધ છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૃતક હેતલ રાઠોડ(ઉં.વ. 30) તેમના પતિ કીર્તિભાઈ રાઠોડ(ઉ.વ. 32) અને અન્ય યુવક નાગાભાઈ આગઠ છેલ્લા બે દિવસથી ગુમ હતા. હેતલ રાઠોડ પોરબંદર વન વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે તેમના પતિ પોરબંદરના એક ગામમાં શિક્ષક હતા.
બે દિવસ પહેલા હેતલબેન પોતાના પતિ અને રોજમદાર નાગાભાઈ સાથે પ્રાઇવેટ કારમાં બરડા ડુંગર તરફ ગયા હતા. આ પછી તેમના ફોન બંધ આવતાં વન વિભાગ અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન તેમની કાર મળી આવી હતી. આ પછી આજે સવારે અલગ અલગ બે સ્થળોએથી આ મૃતદેહો મળી આવ્યા છે.
તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે વન વિભાગમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બખલ્લા અને કાટવાણા વચ્ચે તેમની ગાડી મળી આવી હતી. જ્યારે મળતી વિગતો પ્રમાણે હેતલબેન ગર્ભવતી હતા અને તેમનો આઠમો મહિનો ચાલતો હોવાનું જાણવા મળ્યું છે.
તેઓ જ્યાંથી લાપતા થયા હતા, ત્યાં ઊંડો જળપ્રવાહ ન હોવાને કારણે તેઓ પાણીમાં ડૂબ્યા હોવાની શક્યતા નહીવત હોવાની ચર્ચા છે. ત્યારે પોલીસે તેમના મોતનું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. હાલ, ત્રણેયની લાશો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ બાદ હત્યાનું કારણ સામે આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement