શોધખોળ કરો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે, અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડની ડે-નાઇટ મેચ નિહાળશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે અમદાવાદ આવી પહોંચ્યાં છે. તેઓ બે દિવસ ગુજરાતના મહેમાન બનશે. રામનાથ કોવિંદ મોટેરા સ્ટેડિયમ પાસે આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનું પણ ઉદઘાટન કરશે.

આજથી બે દિવસ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે છે. રામનાથ કોવિંદ અમદાવાદ એરપોર્ટ પહોંચતા તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. તેઓ 24 ફેબ્રુઆરીએ રમનાર ભારત ઇગલેન્ડ મેચ રમનાર ડે- નાઇટ મેચ નિહાળશે. અમદાવાદ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમનું ભવ્ય ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્ય ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા સહિતના મહાનુંભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ આવતી કાલે એટલે 24 ફેબ્રુઆરીએ રમનાર ઇગ્લેન્ડ ભારતની ડે-નાઇટ મેચને નિહાળશે. આ અવસરે તેઓ મોટેરા સ્ટેડિયમ પાસે આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્સનું પણ ઉદઘાટન કરશે.
વધુ વાંચો





















