શોધખોળ કરો

Accident: જામનગર નજીક ખાનગી બસનો અકસ્માત, સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં દુર્ઘટના, 7 પ્રવાસી ઇજાગ્રસ્ત

Accident: જામનગર નજીક જાંબુડા પાટિયા પાસે ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે. જેમાં 7 પ્રવાસી ઘાયલ થયાના અહેવાલ છે.

Accident:  જામનગરના જાબુડા પાટિયા પાસે ખાનગી બસ દુર્ઘટનાગ્રસ્ત થતાં હડકંપ મચી ગઇ હતી. દુર્ઘટનામાં 7 લોકોને ઇજા થઇ છે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. ઉલ્લેખિય છે કે, ડ્રાઇવરે અચાનક સ્ટિંયરિગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની નીચે ખાડામાં ઉતરી ગઇ હતી. આ રીતે બેકાબૂ બનેલી બસનો અક્સમાત સર્જાયો હતો. અકસ્માતમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે.  અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘાયલોને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવા માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. 7 ઇજાગ્રસ્ત લોકોનો 108 દ્રારા  જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માત ચોક્કસ કયાં કારણોસર સર્જાયો જેને લઇને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મહાકુંભમાં સ્નાન કરવા જઇ રહેલા ગુજરાતી શ્રદ્ધાળુને નડ્યો અકસ્માત, 6 ઘાયલ, ડ્રાઇવરનું મૃત્યુ

Accident : આજથી પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઇ. સાઘુ સંતો સાથે અહી શાહી સ્નાન માટે મોટી સંખ્યામાં ભાવિકો પહોંચી રહ્યાં છે.  પ્રયાગરાજ મહાકુંભનો લાભ લેવા આવતા ગુજરાતી શ્રદ્ધાળુને રોડ અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં 6 લોકોને ઇજા પહોંચી છે તો અન્ય 1નું મોત થઇ છે.  ગુજરાતથી પ્રયાગરાજ જઈ રહેલા 6 શ્રદ્ધાળુઓને માર્ગ અકસ્માત નડ્યો હતો. ભાવિકો ઇનોવામા જઇ રહયાં હતા. જેમાં 6 લોકો સવાર હતા. ઇનોવા ટ્રેલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6 લોકો  ઘાયલ થયા છે અને ડ્રાઇવરનું મૃત્યુ થયાના અહેવાલ છે. 

ગુજરાતથી મહાકુંભ સ્નાન કરવા પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ઈનોવા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું છે, જ્યારે એક મહિલા અને બાળક સહિત 6 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે ઈનોવા કારના ડ્રાઈવરના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દર કુમાર સાહુના પરિવારને પણ  સોનભદ્રમાં રોડ અકસ્માત નડ્યો હતો. તેઓ . કુંભ સ્નાન કરવા છત્તીસગઢના બલરામપુરથી પ્રયાગરાજ જઈ રહેલા ધારાસભ્યના પરિવારના સાત સભ્યો અને કાર ચાલક સહિત નવ લોકો ઘાયલ થયા છે. મુર્ધવા બીજપુર રોડ પર બાભની પોલીસ સ્ટેશન વિસ્તારના નાધીરા વળાંક પર આ અકસ્માત થયો હતો. ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી

ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?

South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત

MahaKumbh 2025: મહાકુંભમાં લાઇવ 'શિવ તાંડવ સ્તોત્રમ'નો પાઠ કરશે આ એક્ટ્રેસ, અમિતાભ બચ્ચન પણ આવશે નજર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
MahaKumbh 2025: મહાકુંભમાં લાઇવ 'શિવ તાંડવ સ્તોત્રમ'નો પાઠ કરશે આ એક્ટ્રેસ, અમિતાભ બચ્ચન પણ આવશે નજર
MahaKumbh 2025: મહાકુંભમાં લાઇવ 'શિવ તાંડવ સ્તોત્રમ'નો પાઠ કરશે આ એક્ટ્રેસ, અમિતાભ બચ્ચન પણ આવશે નજર
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'

Anvay Dravid Century: રાહુલ દ્રવિડના દીકરા અન્વયે ફરી ફટકારી સદી, 459 રન ફટકારી બન્યો નંબર વન ખેલાડી

15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

Embed widget